July 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ માટે ગૌરવપ્રદ ઘટના: દાનહ અને દમણ-દીવની ગર્લ્‍સ અને બોયઝની ફૂટબોલ ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

દાનહ અને દમણ-દીવ ફૂટબોલએસોસિએશનના અધ્‍યક્ષ અમિત ખેમાણીએ આપેલી જાણકારીઃ 16મી સપ્‍ટે.એ 22 ખેલાડીઓ સાથે અંડર-17 ટુર્નામેન્‍ટ રમવા પ્રદેશની ગર્લ્‍સ ફૂટબોલ ટીમ ભૂવનેશ્વર પ્રસ્‍થાન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના પ્રયાસથી પહેલી વખત પ્રદેશની ગર્લ્‍સ અને બોયઝની ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેવા જઈ રહી હોવાની જાણકારી એસોસિએશનના પ્રેસિડેન્‍ટ શ્રી અમિત ખેમાણીએ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનની શ્રી અમિત ખેમાણીના અધ્‍યક્ષપદે રચના થઈ હતી. જે અંતર્ગત બોયઝ અને ગર્લ્‍સની ટીમ અંડર-14 બોયઝ, અંડર-17 બોયઝ અને અંડર-17 ગર્લ્‍સની ટીમ ત્રણેય નેશનલ ફૂટબોલ ચેમ્‍પિયનશીપ – 2023-‘24માં ભાગ લેવા માટે જઈ રહી છે. જે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ગૌરવની ઘટના છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી અમિત ખેમાણીએ જણાવ્‍યું હતું કે, 22 ખેલાડીઓ સાથેની જુનિયર ગર્લ્‍સ ફૂટબોલ અંડર-17ની ટીમ 16મી સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ ભૂવનેશ્વર-ઓરિસ્‍સા જવા રવાના થશે. જ્‍યારેસબ જુનિયર બોયઝ નેશનલ ફૂટબોલ અંડર-14ની ટીમ 26મી સપ્‍ટેમ્‍બરે 22 ખેલાડીઓ સાથે આંધ્ર પ્રદેશના અનંતપુરમ્‌ જવા પ્રસ્‍થાન કરશે. અંડર-17 બોયઝની ટીમ ડો. બી. સી. રોય ટ્રોફી રમવા માટે 22 ખેલાડીઓ સાથે 22મી સપ્‍ટેમ્‍બરે જબલપુર જવા રવાના થશે.
આ તમામ ખેલાડીઓને લગભગ એક મહિનાની સખત તાલીમ ફૂટબોલ એસોસિએશન દ્વારા શ્રી અમિત ખેમાણીના સહયોગથી આપવામાં આવેલ છે. આજે ત્રણેય ટીમોના ખેલાડીઓને ડીએનએચડીડીએફએના પ્રમુખ શ્રી અમિત ખેમાણીએ પ્રદેશની ફૂટબોલ ટીમના હિસ્‍સો બનવા બદલ અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામના પણ પાઠવી હતી.

Related posts

વલસાડ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમ્‍યાન ગ્રૂપ બુકિંગ હેઠળ એકસ્‍ટ્રા બસોનું સંચાલન કરાશે

vartmanpravah

નરોલી પંચાયત દ્વારા ગૌમાતાની સુરક્ષા અને નરોલી સેલવાસ રોડ પર ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ અંગે કરાયેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના માછીમારો માટે આનંદના સમાચારઃ હાઈસ્‍પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની કેન્‍દ્રિય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી જાહેરાત

vartmanpravah

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

vartmanpravah

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

Leave a Comment