August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડા દીવમાં ‘હિન્‍દી દિવસ’ ઉજવવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: કાર્યક્રમની શરૂઆત માતા સરસ્‍વતીની પ્રાર્થના સાથે કરવોમાં આવી હતી. શાળાના હિંદી મદદનીશ શિક્ષિકા પ્રતિભાબહેન જી. સ્‍માર્ટે વિદ્યાર્થીઓને હિંદી દિવસનું મહત્ત્વ તેમજ ‘હિન્‍દી’ શબ્‍દ ઉપર પોતાની કવિતા રજૂ કરી બધાને મંત્રમુગ્‍ધ કર્યા હતા. ધોરણ-12ની વિદ્યાર્થિની ધારેચા જ્‍યોતિએ હિંદી ભાષાના મહત્ત્વ પર વિવિધ સૂત્રોનું પઠન કર્યું. શાળાના મદદનીશ શિક્ષક શ્રી હર્ષદ મકવાણાએ હિંદી-દિવસ પર પોતાનાં વિચારો રજૂ કર્યાં હતા.
રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત જિલ્લા સ્‍તરની વિવિધ સ્‍પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થિની ચારણિયાકંચન ભાયાભાઈએ હિંદી નિબંધ લેખનમાં દ્વિતીય સ્‍થાન, વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં બાંભણિયા વિદિશા નાનજીએ પ્રથમ સ્‍થાન અને દેશભક્‍તિ ગીતમાં શાળાની વિદ્યાર્થિનીઓએ તૃતીય સ્‍થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
હિંદી દિવસ તેમજ હિંદી પખવાડાની ઉજવણી અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓમાં માર્ગદર્શન તેમજ કાર્યક્રમનું આયોજન હિંદી મદદનીશ શિક્ષિકા પ્રતિભાબહેન સ્‍માર્ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. અંતે શાળા-પરિવાર દ્વારા રાજભાષા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતિભાબહેન સ્‍માર્ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. શાળાના દરેક શિક્ષકગણના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે કર્મચારીઓ મોતને ભેટયા

vartmanpravah

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment