October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : આવતી કાલે યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિના ઉપલક્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોર્ચા દ્વારાદાભેલ ખાતે ભગવાન વિશ્વકર્માની પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્‍ટ્રીય ભાજપ ઓ.બી.સી. મોર્ચાના અધ્‍યક્ષ ડૉ. કે. લક્ષ્મણ અને દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે આવતી કાલે સવારે દાભેલ ખાતે ભગવાન વિશ્વકર્માની પૂજા અને વિશાળ બાઈક રેલીનું આયોજન કર્યું છે. જેમાં પ્રદેશ અને જિલ્લા ઓ.બી.સી. મોર્ચાની ટીમ સંપૂર્ણ સાથ-સહયોગ આપી રહી છે.

Related posts

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

દાનહ સમાજ કલ્‍યાણ વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડ પર મંથર ગતિએ કામ ચાલતા વાહનચાલકોને વેઠવા પડી રહેલી ભારે હાલાકી

vartmanpravah

Leave a Comment