September 10, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદેશ

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

ઉર્વશીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘કુપોષણમુક્‍ત ભારત’ અભિયાનમાં ફાળો આપવા લીધેલી નૈતિક જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દેશના યશસ્‍વી વડાપ્રધાન અને અને વિશ્વના અતિ લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ અને યુવા સમાજસેવી શ્રી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના ‘કુપોષણ મુક્‍ત ભારત’ અભિયાનના આહ્‌વાને સાર્થક કરવા દમણ જિલ્લાના 6 કુપોષિત બાળકોને દત્તક લઈ તેમને કુપોષણ મુક્‍ત કરવાનીજવાબદારી પોતાને શિરે લેવાનું નેત્રદીપક કાર્ય કર્યું છે.
આજે આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આ 6 કુપોષિત બાળકોને દત્તક લીધા હતા અને તેમને ખવડાવવા માટે તેમના માતાઓને પૌષ્ટિક ખોરાકની કિટ આપી હતી. જેમાં 2 બાળકોની માતાઓને પૌષ્ટિક ખોરાક ઘરે પહોંચાડવામાં આવ્‍યો હતો. શ્રીમતી ઉર્વશીબેન પટેલે બાળકોને કુપોષણ મુક્‍ત બનાવવા માતાઓને આરોગ્‍ય માટે લેવાની કાળજી અંગેની માહિતી પણ આપી.
શ્રીમતી ઉર્વશીબેન પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીજીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં ‘કુપોષણમુક્‍ત ભારત’નો સંકલ્‍પ કર્યો હતો અને તેમના આ સંકલ્‍પને સાર્થક કરવાના હેતુથી કુપોષિત બાળકોને દત્તક લઈ તેમને કુપોષણમુક્‍ત કરવાની જવાબદારી ઉપાડી છે.

Related posts

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

vartmanpravah

ચીખલી રાનકુવાની એક સોસાયટીમાં રાત્રે દીપડો આંટાફેરા કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જિલ્લા આગેવાન-વાલીમંડલ કોંગ્રેસ સાથે મળી વલસાડ જિલ્લાની ખાનગી શાળામાં એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવાતી હોવાની શિક્ષણાધિકારીને કરાયેલી રાવ

vartmanpravah

Leave a Comment