December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં કોંગ્રેસની આગેવાનીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્‌ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવા કરેલી માંગ

ધારાસભ્‍ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી જ્ઞાન સહાયક યોજના રદ્‌ ન કરવામાં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રસ્‍તાઓ રોકી ચક્કાજામ કરવાની ઉચ્‍ચારેલી ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.18: ચીખલી સર્કિટ હાઉસથી ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ અગ્રણી મગનભાઈ આમધરા વલ્લભભાઈ દેશમુખ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આઈ.સી.પટેલ આદિવાસી સમાજના અગ્રણી રમેશભાઈ ખાંભડા સહિતનાઓની આગેવાનીમાં સૂત્રોચ્‍ચાર સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો રેલી આકારે સેવા સદન પહોંચી મામલતદાર રોશનીબેન પટેલને આવેદનપત્ર પાઠવી તેમાં જણાવ્‍યું હતું કે અમને 11-માસના કરાર આધારિત નોકરીનો નિર્ણય આદિવાસી સમાજને સ્‍વીકાર્ય નથી. રાત દિવસ મહેનત કરીને ટેટ-ટાટ જેવી વિસ્‍તરીય પરીક્ષા પાસ કરનારાઓનું શિક્ષક બનવાનુ સ્‍વપ્‍ન રોળાઈ જશે અને ભાવિ અંધકાર મય બની જશે જ્ઞાન સહાયક યોજના રદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ કરાઈ હતી.
ઉમેદવારો સેવા સદનના દરવાજા પાસે બેસી જઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. આ દરમ્‍યાન ધારાસભ્‍ય અનંતભાઈ પટેલે સંબોધનમાં જણાવ્‍યું હતું. કે 11-મહિનાનો કરાર જ લાવવો હોય તો મુખ્‍યમંત્રી ધારાસભ્‍યોને પણ 11-મહિનાના કરાર પર રાખો અભણ ધારાસભ્‍યોને કાઢો ટેટ-ટાટ ભણેલાને એમએલએ બનાવો સરકાર દ્વારા ગનસન સહાયક યોજના રદ ન કરવામાં આવશે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રસ્‍તા રોકી ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્‍ચારી હતી.

કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, આપણી કમનસીબી એ છે કે તડીપાર ગૃહમંત્રી મળ્‍યા છે. જેમને તડીપાર કરવામાં આવ્‍યા છે. તે ગૃહમંત્રી તરીકે સરકારમાં બેઠા છે. કમનસીબી એ છે કે આપણને ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ મળ્‍યા છે. આપણા સાંસદ છે. જમાદાર તરીકે લાંચ લેતા ઝડપાયેલા છે. તેમની પાસે ન્‍યાયની શું અપેક્ષા રાખવાની શિક્ષણનું ખાનગીકરણ કરી શિક્ષણનો દાટ વાળવાનું કામ કરે છે.
આદિવાસી સમાજના અગ્રણી નેતા રમેશભાઈ ખાંભડાએ પણ જ્ઞાન સહાયક યોજના સંદર્ભે સરકારની આકરી ઝાટકણી કાઢી યોજના રદ ન કરાઈ તો રસ્‍તાઓ રોકવા પડશે નેતાઓનો ઘેરાવો કરવો પડશે.
બામણવેલના ટાટ પાસ ઉમેદવાર નીતાબેન પટેલે જણાવ્‍યું હતું કે, સરકારે કાયમી ભરતી માટે પરીક્ષા લીધી છે. નવી શિક્ષણનીતિમાંપણ કાયમી શિક્ષકની જોગવાઈ છે. પછી આવું કેમ? અમે 11-મહિનાની નોકરી માટે નહીં કાયમી નોકરી માટે આટલી મહેનત કરી પરીક્ષા પાસ કરી છે. ત્‍યારે સરકારે કાયમી ભરતી જ કરવી જોઈએ.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી દાનહનું સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ નેશનલ અને ઈન્‍ટરનેશનલ મેચો રમવા ફીટ બનશે

vartmanpravah

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

vartmanpravah

જીઈબીના ઈલેક્‍ટ્રીક 100 જેટલા મીટરો સાથે મોતીવાડાથી એક ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના જીએસટી વિભાગે કડૈયા ગ્રામ પંચાયત ખાતે નોંધણીની પ્રક્રિયા સમજાવવા યોજેલો કેમ્‍પ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

Leave a Comment