December 22, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની ફિલાટેક્ષ ઇન્‍ડિયા કંપનીમાં કામદાર કામ કરતી વેળા પડી જતાં ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: દાદરા નગર હવેલીના દાદરા ખાતે આવેલ ફિલાટેક્ષ ઇન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતી વખતે યુવાન કામદાર નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત મુજબ અજય યાદવ (ઉ.વ.23) હાલ રહેવાસી દાદરા અને મૂળ રહેવાસી અલાહાબાદ-ઉત્તરપ્રદેશ. જેઓ પંદર દિવસ પહેલા જ ફિલાટેક્ષ ઇન્‍ડિયા લિમિટેડ કંપનીમાં ટેકઅપ ડિપાર્ટમેન્‍ટમાં નોકરી પર લાગ્‍યો હતો. જે સવારના સમયે ટ્રોલી પર ચડયો હતો અને અચાનક બેલેન્‍સ ખોરવાતાં વાઈન્‍ડર મશીન પર પટકાયો હતો. જેના કારણે એના શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. કંપની સંચાલકો દ્વારા તાત્‍કાલિક ઈજાગ્રસ્‍ત બનેલા યુવાનને એમ્‍બ્‍યુલન્‍સ મારફતે વાપીની હરિયા હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યો હતો.
અત્રેઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની કંપનીઓમાં વારંવાર દુર્ઘટનાઓ બનતી રહે છે અને પ્રશાસન તથા પોલીસની કાર્યવાહીથી બચવા માટે ઈજાગ્રસ્‍તોને સ્‍થાનિક હોસ્‍પિટલોમાં દાખલ કરાતા નથી અને સીધા વાપી ખાતેની ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર અર્થે લઈ જવાતા હોય છે.

Related posts

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વાપીથી બાઈકની ઉઠાંતરી

vartmanpravah

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

સંઘપ્રદેશ માટે ગૌરવપ્રદ ઘટના: દાનહ અને દમણ-દીવની ગર્લ્‍સ અને બોયઝની ફૂટબોલ ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

vartmanpravah

ચીખલી-ખેરગામ રસ્‍તા પર અકસ્‍માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતા

vartmanpravah

Leave a Comment