Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે અવાર નવાર દિપડો આવી ચડે છે, ગત ત્રણ ચાર દિવસ પહેલા દિપડો ઘોઘલા ગામે એક યુવાનને દેખાતા તેમણે તાત્‍કાલિક પોલીસને જાણ કરી હતી, પોલીસ વિભાગ દીવ ફોરેસ્‍ટ વિભાગને જાણ કરતા ફોરેસ્‍ટ વિભાગની ટીમે તે સ્‍થળે જઈને તપાસ કરતા દિપડો હોવાના ચિન્‍હો મળી આવ્‍યા હતા, તેથી દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા ગુજરાત ધારી રેન્‍જ ફોરેસ્‍ટ વિભાગને જાણ કરી હતી, અને ત્‍યારબાદ દિપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બે દિવસની જહેમત બાદ આજે સવારે ઘોઘલા ગર્લ્‍સસ્‍કૂલ પાંજરાપોળની પાછળ દિપડો પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આ દિપડાને ઘોઘલાથી દગાચી નક્ષત્ર વન ખાતે લઈ જવામાં આવ્‍યો હતો ત્‍યાંથી ગુજરાત ફોરેસ્‍ટ વિભાગને સોંપી દેવાયો હતો. ગુજરાત ફોરેસ્‍ટ વિભાગએ જણાવ્‍યા પ્રમાણે આ દિપડો પાંચ વર્ષનો છે.

Related posts

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

vartmanpravah

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં સેવા પખવાડા દરમિયાન યોજાનારા કાર્યક્રમની રૂપરેખા તૈયારઃ ટી.બી. અને કુપોષણમુક્‍ત પ્રત્‍યેક જિલ્લો બનાવવા સંકલ્‍પ

vartmanpravah

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

Leave a Comment