October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા આમ તો દર વર્ષે વામન જયંતિના દિવસે આ કાર્યક્રમ યોજવાની પરંપરા ચાલી આવેલી પરંતુ તેમાં બદલાવ લાવી રવિવારે કાર્યક્રમ યોજવામાં આવતા સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.
વાપી દૈવજ્ઞ સમાજ દ્વારાઆજથી 7 દશક પહેલા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, તે સમયે સમાજનો પોતાનો હોલ ન હોવાથી આ કાર્યક્રમ વાપી ટાઉન સ્‍થિત શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં યોજવામાં આવતો હતો. વર્ષો સુધી ત્‍યાં આ કાર્યક્રમ યોજાયા બાદ છેલ્લા દોઢ દશક થી દેવજ્ઞ સમાજ કચીગામ રોડ સ્‍થિત પોતાના હોલમાં આકાર્યક્રર્મ યોજી રહ્યું છે, દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવા સાથે આ દિવસે સમૂહ ભોજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સમાજના દરેક વ્‍યક્‍તિ ભાગ લે છે. કોરોનાકાળનાં 2 વર્ષ બાદ કરતાં અવિરત દર વર્ષે કાર્યક્રર્મ યોજવામાં આવતો રહ્યો છે. અત્‍યાર સુધી વામન જયંતિનાં દિવસે જ યોજાતા આ કાર્યક્રમમાં ઘણી વખત વર્કિંગ દિવસ આવતો હોવાથી સમાજનાં ઘણાં નોકરિયાતો, વેપાર ધંધાવાળા લોકો ભાગ લઈ શકતાં ન હતાં જેને લઈ સમાજનાં અનેક લોકોની લાગણીને માન રાખી સમાજનાં પ્રમુખ પ્રકાશભાઈ ગજરેએ સમાજના વડીલો તેમજ સાથી સભ્‍યો અને મિત્રમંડળનાં આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વ સંમતિથી સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ હવેથી ભાદરવા મહિનામાં રવિવારે યોજવાનું નક્કી કર્યું હતું જે મુજબ ગત રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્‍યો હતો. એક સાથે 85 જેટલાં લોકોએ શાષાોક્‍તવિધિ અનુસાર દેહ શુદ્ધિની ક્રિયા કરી જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરી હતી. જનોઈ બદલવાનો કાર્યક્રમ સંપન્ન થયાં બાદ સમગ્ર દૈવજ્ઞ સમાજનાં બંધુઓ માટે બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરાયું હતું જેમાં પણ મોટી સંખ્‍યામાં સમાજનાં લોકો લાભ લીધો હતો. આ સાથે આગામી વર્ષે ભાદરવા મહિનામાં યોગાનુયોગ રવિવારે વામન જયંતીનો દિવસ હોય તે દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.

Related posts

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી અને લાયન્‍સ ક્‍લબ વાપી દ્વારા ભવ્‍ય રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી

vartmanpravah

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

દમણ પોલીસે વિખુટી પડેલી ચાર વર્ષની બાળકીનો પોતાના પરિવાર સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

Leave a Comment