September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

ઘેજ ગામે બગીમાં ગણેશજીની મૂર્તિની વિસર્જનયાત્રા કાઢવામાં
આવતા ગામ લોકોમાં જાવા મળેલો ભારે ઉત્સાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28
ચીખલી તાલુકામાં વાજતે ગાજતે ડીજે સંગીતના તાલે અબીલ ગુલાલની છોળ વચ્‍ચે ગણપતિ બાપ્‍પા મોરિયા આવતા વર્ષે લવકર્યાના નાદ સાથે ગણપતિ બાપાની મૂર્તિનું નદી તળાવમાં વિસર્જન કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ચીખલીમાં પોલીસ દ્વારા માર્ગો પર ડાયવરઝન આપી ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો હતો.
ચીખલી તાલુકામાં ગણેશ મહોત્‍સવની ધૂમ વચ્‍ચે અનંત ચૌદશના દિવસે બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ચીખલીમાં કાવેરી નદીના રિવરફ્રન્‍ટ સ્‍થિત ઓવારે વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્‍યું હતું. કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે વીએચપીના સ્‍વયં સેવકો દ્વારા બેરીકેટ કરાયું હતું. ત્‍યાંથી જ મૂર્તિ લઈને વિસર્જન કરી દેવામાં આવ્‍યું હતું. ચીખલીમાં મોડી રાત સુધી વિસર્જન ચાલતું હોય વિસર્જનના રૂટ પર ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે સામાન્‍ય લોકોને હાલાકી ન પડે તે માટે જરૂરી ડાયવરઝન પણ આપવામાં આવ્‍યું હતું.
ચીખલીમાં કાવેરી નદીના ઓવરે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ડીવાયએસપી એન.પી.ગોહિલ પીઆઈ કે.જે.ચૌધરી સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ચીખલીમાં ડીજે સંગીતના તાલે વાજતે ગાજતે નાચ ગાન સાથે અબીલ ગુલાલની છોળ વચ્‍ચે વિસર્જન યાત્રાઓ નીકળી હતી. અને માર્ગો અબીલ ગુલાલથી રંગાઈ ગયા હતા. ગણપતિ બાપ્‍પા મોરિયા આવતા વર્ષે લવકર્યા ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું. ઘેજ ગામના ભરડા નિશાળફળીયામાં બગીમાં ગણપતિ બાપાને બિરાજમાન કરી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ચીખલીમાં કાવેરી નદી ઉપરાંત ઘેજ, મલિયાધરા પાસે ખરેરા નદી તથા અંબિકા નદી સ્‍થાનિક કોતરો અને તળાવોમાં બાપાની મૂર્તિનું વિસર્જન કરી ભાવભીની વિદાય અપાઈ હતી. અને ગામે ગામ મહાપ્રસાદ પણ યોજાયો હતો.

Related posts

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલ અત્‍યાચારને બંધ કરાવવા હિન્‍દુ હિત રક્ષા સમિતિ, સેલવાસ દ્વારા રેલી-ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી કલેક્‍ટરને સોંપાયું આવેદન પત્ર

vartmanpravah

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

દમણના પાર્થ જોશીએ ગોવાની સ્‍ટેટ રેન્‍કિંગ બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટમાં રજત ચંદ્રક જીત્‍યો

vartmanpravah

પારડીના ભરચક વિસ્‍તારમાં કારનો કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ

vartmanpravah

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

Leave a Comment