January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની યોજાયેલી સભામાં હિટ એન્‍ડ રનનો કાળો કાયદો રદ ન કરાઈ તો તા.8મીએ પાંચ જિલ્લામાં નેશનલ હાઈવે ચક્કાજામ કરાશે : ધારાસભ્‍ય અનંત પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: ચીખલીના બામણવેલ ગામે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ આઈ.સી.પટેલ ઉપરાંત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઇ ખાંભડા-ધરમપુરના કલ્‍પેશભાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં ટ્રક ચાલકોની યોજાયેલી સભામાં ધારાસભ્‍ય અનંત પટેલે જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર સરકાર દ્વારા હિટ એન્‍ડ રનના નવા કાયદામાં 10-વર્ષની જેલ અને સાત લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. તે કાયદો કાયમી ધોરણે રદ થવો જોઈએ એ સરકાર નાના લોકોની નથી. માત્ર નાના સમાજને કચડવા-લૂંટવા માટે આવા કાયદા બનાવે છે. ખરેખર અકસ્‍માતમાં ડ્રાઇવરને ઇજા થાય, મૃત્‍યુ થાય તેમાં સહાય આપવાનો કાયદો બનાવવો જોઈએ. સરકારે કાયદો બનાવતી વખતે એસોસિએશનને પૂછવું જોઈએ કે ડ્રાઇવરને કેટલો પગાર આપવામાં આવે છે. ભૂતકાળમાં તાપી-રિવર લિંક પ્રોજેકટ રદ કરવો પડ્‍યો હતો. ચીખલી પોલીસ સ્‍ટેશનમાં કસ્‍ટડીયલ ડેથમાં બે દીકરાને લટકાવી દેવાયા હતા. તેમાં પણ પોલીસ કર્મચારીઓને જેલમાંમોકલાવ્‍યા હતા. આવો કાળો કાયદો બનાવનાર સરકારને ધરે બેસાડવાનો સમય આવી ગયો છે.આ કાયદો કાયમ માટે રદ ન થાય તો 8-તારીખે નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં બંધ સાથે નેશનલ હાઇવે ચક્કાજામ કરવાનું પણ અનંત પટેલ આહવાન કર્યું હતું.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્‍યું હતું કે હિટ એન્‍ડ રનનો કેસ થાય તો પોલીસ તમારા જેવા ડ્રાઇવરને બતાવી નબીરાને ઘરે મોકલી આપી પોલીસ લાખો રૂપિયાનો તોડ કરશે. અનંત પટેલ લોકોની જીવાદોરી સમાન નેતા છે. 8 તારીખે હાઇવે બ્‍લોક કરીશું ત્‍યારે પોલીસ નેતાઓને ડિટેઈન કરે તો પણ આપણે હાઇવે બ્‍લોક કરી જ દેવાનો છે.

બામણવેલમાં ધારાસભ્‍ય અનંત પટેલની સભા બાદ કેટલાક ડ્રાઈવરોએ બામણવેલ પાટીયા પાસે ચીખલી-વાંસદા રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રકો અને અન્‍ય વાહનોના ચાલકો સાથે માથાકૂટ કરતા ચીખલી ઉપરાંત ખેરગામ, ગણદેવી સહિતનો પોલીસ કાફલો બામણવેલ ધસી આવ્‍યો હતો. અને સમગ્ર વિસ્‍તારમાં બંદોબસ્‍ત ગોઠવી પેટ્રોલિંગ કરવામાં આવ્‍યું હતું.

Related posts

ફોટોસ્‍ટોરી

vartmanpravah

વલસાડમાં અજીબો ગરીબ કિસ્‍સો બન્‍યો : ભિક્ષુક પાસેથી રોકડા રૂપિયા 1,14,480 મળી આવ્‍યા

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વલ્‍ડ ફાર્મસી-ડે ની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને ફાર્મસીસ્‍ટ તરીકેની પ્રતિજ્ઞા લેવડાવાઈ

vartmanpravah

ચીખલીના ખૂંધમાં પારસી સમાજનું અંતિમક્રિયા માટેના ‘ડખમુ’ નો છેલ્લા 40 કરતા વધુ વર્ષથી ઉપયોગ બંધ

vartmanpravah

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

વાપી જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્‍યમાં ટોપર

vartmanpravah

Leave a Comment