September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીદમણદીવદેશનવસારીપારડીવલસાડ

ધોલાઈ બંદર દ્વારા દરિયામાં બોકસ ફિશિંગથી નાના માછીમારોને કરાતા નુકસાનની ફરિયાદના ઉકેલ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ અને મહામંત્રી ટી.પી.ટંડેલની ઉપસ્‍થિતિમાં ધોલાઈ બંદર ખાતે યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધોલાઈ બંદર, તા.28 : શ્રી માછીમાર વ્‍યવસ્‍થાપન સમિતિ ટ્રસ્‍ટ ધોલાઈ બંદર દ્વારા નાના માછીમારોની દરિયામાં બોકસ ફિશિંગ દ્વારા નુકશાન થઈ રહ્યું છે. એ સમાધાન માટે નાના માછીમારોની રજૂઆત શ્રી માછીમાર વ્‍યવસ્‍થાપન સમિતિ ટ્રસ્‍ટ ધોલાઈ બંદર પર આવી હતી. જેનો સુખદ રીતે સમાધાન લાવવા માટે બેઠકો યોજાઈ રહી છે. જેની કડીમાં આજે શ્રી પヘમિ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ શ્રી વિશાલ ટંડેલ, મહામંત્રી શ્રી ટી.પી.ટંડેલની વિશેષ ઉપસ્‍થિતિમાં ધોલાઈબંદર ખાતે બેઠક યોજાઈ હતી.
શરૂઆતમાં પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ટંડેલે શાબ્‍દિક સ્‍વાગત કર્યા બાદ ઉપ પ્રમુખ શ્રી ઠાકોરભાઈ ટંડેલ તેમજ મંત્રીશ્રી સાગર ટંડેલે સમસ્‍યાથી થયેલ નુકશાન અંગે જાણકારી આપી હતી. સાથે સાથે શ્રી વિશાલ ટંડેલ અને શ્રી ટી.પી.ટંડેલે સંયુક્‍ત રીતે જરૂરી માર્ગદર્શન આપતાં જણાવ્‍યું હતું કે, શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘ આ લડત માટે તમારી સાથે રહેશે તેની ખાતરી આપીએ છીએ.
આ અવસરે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ શ્રી વિશાલ ટંડેલે બંદરની સ્‍થિતિ તથા તેના વિવિધ કાર્યો વિશેની પણ જાણકારી મેળવી હતી. તેમણે સમિતિના તમામ હોદ્દેદારોને બંદરનો વિકાસ કેવી રીતે થયો અને ભવિષ્‍યમાં બંદર ઉપર કેવી સુવિધાઓ ઊભી થશે તે વિષેની માહિતી આપી હતી. શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ શ્રી વિશાલ ટંડેલે ધોલાઈ બંદર ખાતે રાત્રિના સમયે મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું અને બંદરને ધમધમતું કરવા બદલ તમામ હોદ્દેદારોને અભિનંદન આપ્‍યા હતા. તેમણે ભરોસો અને વચન આપ્‍યું હતું હતું કે, દરેક સમયે, દરેક પરિસ્‍થિતિમાં અમે તમારી સાથે છીએ અને કાયમ રહીશું.
બેઠકમાં શ્રી જયંતીભાઈ ટંડેલ (મેથીયા), શ્રી મથુર દાસ ટંડેલ તથા હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવમાં લાંગરેલી બોટમાં ગત રાત્રીએ લાગેલી આગઃ બંને બોટ બળીને ખાખ: ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રાએ આગની ઘટના બાબતે વણાંકબારા ખાતે બોટ માલિકો સાથે યોજેલી સમીક્ષા બેઠક

vartmanpravah

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

vartmanpravah

દાનહ પોલીસે સેલવાસના એક વ્‍યક્‍તિની માર મારી હત્‍યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દીવ નગરપાલિકા દ્વારા કેબીન-રેકડીવાળા તથા નાના વેપારીઓ પાસેથી જકાત રૂપે રોજના 50રૂા. લેવાતા એડીએમને રજૂઆત

vartmanpravah

પારડીમાં હાઈવે ગ્રીલ તોડી ટ્રકે કંપાઉન્‍ડ દીવાલ તોડી પાડી

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

Leave a Comment