December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પલસાણાના ચીટર અસિત ઉર્ફે ગુરુ વિરુદ્ધ લેખિતમાં છેતરપિંડીની રજૂઆત

ગરીબ આદિવાસીઓના નામે લાખો રૂપિયાની લોન લઈ તમામ રૂપિયા પોતે ચાઉ કરી ગયો

ફાઈનાન્‍સ કંપનીના માણસો ઉઘરાણીએ આવતા સમગ્ર ભાંડો ફૂટયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પારડી તાલુકાના પલસાણા દેસાઈવાડ ખાતે રહેતો મૂળ રહેવાસી અને પારડી ખાતે પણ રહેતો અશિત ચંદ્રકાંત દેસાઈ ઉંમર વર્ષ 29 પોતે સમજણમાં આવ્‍યો ત્‍યારથી જ અનેક લોકો સાથે ચીટીંગ કરી ચૂકયો હોય નાનપણથી જ ગુરુ નામનું બિરુદ મેળવી ચૂકયો છે.
આમ અસિત ઉર્ફે ગુરુના નામથી ઓળખાતા આ મી. નટવરલાલનું વધુ એક કૌભાંડ બહાર આવ્‍યું છે. શહેરમાં તો આ ગુરૂની કરતુતો લોકો જાણતા હોય અહીં દાળ ન ગળતા હવે તેણે ગામડામાં જઈ ગરીબ અને અભણ આદિવાસીઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
ગામડામાં જઈ અભણ આદિવાસીઓને પોતાની વાકછટાથી પ્રભાવિત કરી બેંકો તથા ફાઈનાન્‍સ કંપનીઓ જોડે પોતાના સંબંધ હોવાનું જણાવી ઓછા ટકાના વ્‍યાજે તમનેધંધો કરવા માટે લોન આપવાનું કહી આ ગરીબ લોકોના આધાર કાર્ડ બેંકની ચોપડીઓ, અને ફોટા વિગેરે લઈ ફાઈનાન્‍સ કંપનીના ફોર્મ પર તથા અન્‍ય કાગળો પર સહી કરાવી એમના નામે લાખો રૂપિયાની લોન લઈ આ લોન પોતે વાપરી નાખી હતી. આ વાતથી અજાણ આ ગરીબ આદિવાસીઓને ઘરે ફાઈનાન્‍સ કંપનીના માણસો લોનના હપ્તાની ઉઘરાણી કરવા આવતા અને લોન ન ભરે તો ઘર પણ સીલ કરીશું ધમકી મળતા આ ગરીબ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોતે અસીત ઉર્ફે ગુરુની વાતોમાં આવી છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.
આ તમામ લોકોએ આ અંગેની જાણ અસિત ઉર્ફે ગુરુને કરતા તેણે શરૂઆતમાં પૈસા ચૂકવી આપવા જણાવ્‍યું હતું પરંતુ થોડા દિવસો પછી આ તમામ આદિવાસીઓને પોતાના ઘરે આવવાની ના પાડી જાતિ વિષયક ગાળો આપી મારી ઓળખાણ ગાંધીનગર સુધી હોવાનું જણાવી અને પોલીસ તો મારા ગજવામાં હોવાનું કહી પૈસા આપવાની ના કહી દઈ હવે ઘરે આવ્‍યા તો જાનથી મરાવી નાખીશ, મારી પાસે ઘણા ગુંડાઓ હોવાનું જણાવ્‍યું હતું.
આ અસિત ઉર્ફે ગુરુના સંપર્કમાં આવી છેતરપિંડીનો ભોગ બનેલા પારડી તાલુકાના ડુમલાવ મંદિર ફળિયા ખાતે રહેતા ફરીદાબેન નિલેશભાઈ પટેલના નામે આશરે 6 લાખની લોન, અંકિતાબેન હસમુખભાઈપટેલના નામે 4 લાખની લોન, કરીનાબેન હસમુખભાઈ પટેલને નામે 2 લાખની લોન અને ખેરલાવના રહેવાસી ઈલાબેન સોમાભાઈ પટેલના નામે રૂા.1,50,000 ની લોન આમ કુલ 14.35 લાખ જેટલી માતબર રકમની લોન લઈ આ તમામ લોનની રકમ પોતે વાપરી નાખી અરજદારોને પૈસા ન આપી તથા લોનની રકમ પણ ફાઈનાન્‍સ કંપનીમાં ભરપાઈ ન કરી તેઓને જાતિ વિષયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ તમામ બહેનોએ આજરોજ પારડી પોલીસ સ્‍ટેશનને આવી આ ચીટર અસિત ઉર્ફે ગુરુ ચંદ્રકાંત દેસાઈ વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી પોતાને ન્‍યાય અપાવવા જણાવ્‍યું હતું.
પોતાને રાજકીય વર્ગ વાળો ગણાવતો અને પોલીસને ખિસ્‍સામાં રાખીને ચાલતા આ મિસ્‍ટર નટવરલાલ એવા અસિત ઉર્ફે ગુરુ ચંદ્રકાંત દેસાઈ પર પોલીસ કેવા પગલાં લે એ જોવું રહ્યું.

Related posts

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી ચણોદ કોલોની ચાર રસ્‍તા ઉપર કંપનીમાંથી સાયકલ ઉપર આવીલ રહેલ કામદારનું કારે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતરશાળા એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણીના કેસમાં ધરપકડઃ પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment