Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

ગાંધીનગર ખાતેની સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રિપોર્ટ રજૂ કરવા અને હાલમાં કામ બંધ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારનો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10 : ચીખલી તાલુકાના સમરોલીમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વિદ્યાકુંજ પ્રાથમિક શાળામાં 70-લાખ રૂપિયાના ખર્ચે સાત જેટલા ઓરડાઓનું બાંધકામ સર્વે શિક્ષા અભિયાનના ઈજનેરોની નિગરાની હેઠળ કરાઈ રહ્યું છે. પરંતુ બાંધકામમાં કોન્‍ક્રીટમાં હલકી કક્ષાની રેતી અને તેમાં સ્‍ટોન ડસ્‍ટ વાપરવામાં આવતા અને સ્‍લેબમાં ઠેર ઠેર તિરાડો જોવા મળતા ગામના સરપંચ સહિતના આગેવાનો ધસી જઇ બાંધકામ બંધ કરી દેવાયું હતું. આ અંગેના અખબારી અહેવાલ બાદ સફાળા જાગેલા તંત્રએ તપાસ માટે કવાયત હાથ ધરી સર્વ શિક્ષાના જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં આ અંગેનો રિપોર્ટ રજૂ કરવા એજન્‍સીને નોટિસ પાઠવી છે અને હાલમાં કામ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
ત્‍યારે હવે ગાંધીનગરનીટિમ દ્વારા તપાસ થયા બાદ આગળની કાર્યવાહી થશે. જો કે સ્‍લેબના કોન્‍ક્રીટના નમૂના લઈ તપાસ કરવામાં આવશે કે પછી તપાસના નામે માત્ર તરકટ જ કરવામાં આવશે તે જોવું રહ્યું તાલુકામાં સર્વ શિક્ષા અંતર્ગત ઓરડાઓના બાંધકામમાં વેઠ ઉતારાતા અને ગુણવત્તા વિહીન કામો થતા બાંધકામના થોડા સમયમાં જ ઓરડાઓ જર્જરિત થવાના આરે પહોંચી જતા હોય છે. અને આજે પણ તાલુકામાં અનેક આવા ઓરડાઓમાં ચોમાસામાં પાણી ટપકવા સહિતની અનેક મુશ્‍કેલીઓ સર્જાઈ રહી છે. ત્‍યારે સમરોલીમાં ઓરડાની ગુણવત્તા સુધારવા માટે યોગ્‍ય તકેદારીના પગલાં લેવાઈ તે જરૂરી છે.
‘‘ડીપીઈઓ ભગીરથસિંહ પરમારના જણાવ્‍યાનુસાર સમરોલીમાં શાળાઓના ઓરડાઓનું બાંધકામ સ્‍થાનિકો દ્વારા અટકાવાતા તે અંગેનો અહેવાલ ગાંધીનગર મોકલવામાં આવેલ છે. અને ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ થયા બાદ આગળની કાર્યવાહી થશે. હાલે તો નોટિસ પાઠવી એજન્‍સીને કામ બંધ રાખવા જણાવાયું છે.”

Related posts

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસને વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી

vartmanpravah

સ્‍વાધ્‍યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્‍સવ સાથે ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને મળેલી ગતિ

vartmanpravah

નિરાલી હોસ્‍પિટલ નવસારીના સહયોગથી નરોલી રાજપૂત સમાજ દ્વારા પ્રાર્થના ભવન ખાતેયોજાયો મેડીકલ કેમ્‍પ

vartmanpravah

Leave a Comment