October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

દીવ જિલ્લા ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ મોહનભાઈ લક્ષ્મણને આગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખી ખાંડાની ધાર ઉપર ચાલવા પડનારી ફરજઃ સંગઠનના વેરવિખેર માળખાને સીધું કરવા તાકાત લગાવવી પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12 : દીવ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શ્રી મોહનભાઈ લક્ષ્મણની વરણીની જાહેરાત આજે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે કરી હતી. શ્રી મોહનભાઈ લક્ષ્મણની દીવ જિલ્લા ભાજપના કર્ણધાર તરીકે નિમણૂક થતાં પાયાના કાર્યકરોમાં પણ આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ પેદા થયું છે.
દીવ જિલ્લા ભાજપના નિવર્તમાન પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહે ભાજપ સંગઠનના સંવિધાનથી વિપરીત 9 વર્ષ સુધી અધ્‍યક્ષ તરીકેની ફરજ બજાવી છે. હવે દીવ જિલ્લા ભાજપની કમાન શ્રી મોહનભાઈ લક્ષ્મણને મળતાં તેમની સ્‍થિતિ આગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખતાં ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી થવાની છે. કારણ કે, દીવ જિલ્લા ભાજપનું માળખું લગભગ વેરવિખેર જેવું છે. તેમાં સુધારો-વધારો કરવાની કપરી જવાબદારી શ્રી મોહનભાઈ લક્ષ્મણે ઉઠાવવી પડશે.
અત્રે નોંધનીય છે કે, પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દીવ જિલ્લાભાજપ પ્રભારી શ્રી જીજ્ઞેશ પટેલ, ગુજરાત ભાજપ ઓ.બી.સી. મોર્ચાના પ્રભારી અને પ્રદેશના કદાવર નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ સહિત પ્રદેશનું સમગ્ર માળખું નવનિયુક્‍ત અધ્‍યક્ષ શ્રી મોહનભાઈ લક્ષ્મણની સાથે હોવાથી આગામી ચૂંટણીમાં દીવ જિલ્લો નિર્ણાયક ભૂમિકા ભજવશે એવી આશા પણ પ્રબળ બની છે.

Related posts

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં રૂા.80 લાખના કામોને મંજૂરી

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને મળી

vartmanpravah

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment