Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના પીપલગભાણ ગામના ભુથાડ ફળીયા વિસ્‍તારમાં સાંજે પાંચેક વાગ્‍યાના અરસામાં જ દીપડો નજરે પડતા આ અંગેની જાણ સરપંચ દ્વારા કરાતા આરએફઓ આકાશભાઈની સુચનાથી તાત્‍કાલિક આ ભુથાડ ફળિયામાં વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવી દેવામાં આવ્‍યું હતું. પીપલગભાણ ગામ સાદકપોરને અડીને જ આવેલ છે. અને સાદકપોરમાં દીપડાના એક જ રાતમાં માનવ અને પશુ પરના ઉપરાછાપરી હુમલા બાદ વન વિભાગ દ્વારા તાબડતોડ દાદરા ફળીયા, ચાડીયા, ગોલવાડ સહિતના વિસ્‍તારમાં પાંચેક જેટલા પાંજરા ગોઠવી મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરાઈ હતી. વધુમાં દાદરા ફળિયામાં દીપડાની હિલચાલ પર નજર રાખવા કેમેરા પણ ગોઠવાયા છે પરંતુ કેમેરામાં દીપડાની કોઈ હિલચાલ જોવા મળી નથી અને બીજા વિસ્‍તારમાં દીપડો નજરે પડી રહ્યો છે ત્‍યારે હાલે નવરાત્રી પણ હોયરાત્રિ દરમિયાન લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂરિયાત ઊભી થવા પામી છે.
પીપલગભાણ ગામે દિપડો નજરે પડતા સાદકપોરમાં ગોઠવાયેલા પાંચ પૈકી એક પાંજરાને પીપલગભાણમાં ગોઠવવામાં આવ્‍યું હતું. ત્‍યારે વનવિભાગ પાસે પાંજરાની પણ અછત સર્જાઈ તેવી સ્‍થિતિ ઉભી થવા પામી છે.
સાદકપોરના સરપંચ સંજયભાઈના જણાવ્‍યાનુસાર અમારા પાડોશના પીપલગભાણ ગામમાં દીપડાની અવર જવર સાથે ગતરાત્રે સાદકપોરના બામણિયા ફળીયા અને ખેરગામ રોડ પર માંહ્યાવંશી મહોલ્લામાં સ્‍થાનિકોને દીપડો જોવા મળ્‍યો હતો. ગામા એક કરતાં વધુ દીપડા હોય તેમ લાગે છે. ત્‍યારે દીપડા ઝડપથી પાંજરે પુરાઈ તે માટે અમે વન વિભાગ સાથે સતત સંકલન રાખી રહ્યા છે. અને લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. ગામમાં હટવાળા પણ બંધ કરી દેવામાં આવ્‍યા છે.

Related posts

ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા

vartmanpravah

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

દમણ પંચાયતી રાજ પરિષદમાં વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિત રહી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગતિશીલ અને પારદર્શક વહીવટનો આપેલો મંત્ર

vartmanpravah

Leave a Comment