Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલીના નરોલી ગામની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ નવી દિલ્‍હીના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે આયોજીત નેશનલ લેવલ વિજ્ઞાન સેમિનારમાં ભાગ લઈ વિજેતા બની સંઘપ્રદેશનું ગૌરવ વધાર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવી દિલ્‍હીના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે આયોજીત રાષ્‍ટ્રીય સ્‍તરના વિજ્ઞાન સેમિનારમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહના નરોલી ગામની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણના 10ના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડએ પણ ભાગ લીધો હતો. જેમાં તેમનો વિષય હતો ‘‘શ્રી અન્ન એક મૂલ્‍યવર્ધિત પૌષ્ટિક અથવા ભ્રાંતિ આહાર?” આ સ્‍પર્ધામાં વિવિધ કૃતિઓ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદમાં 36 સ્‍પર્ધકો ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં દાનહના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડએ ત્રીજું સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. સંઘપ્રદેશ દાનહના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડ જેઓએ રાષ્ટ્રીય સ્‍તરના વિજ્ઞાન સેમિનારની મંજીલ સુધી પહોંચવા માટે શાળા કક્ષા, જિલ્લા સ્‍તર અને રાજ્‍ય સ્‍તરની સ્‍પર્ધાઓમાં ભાગ લઈ રાષ્‍ટ્રીય સ્‍તર સુધી પહોંચ્‍યા છે.
આસેમિનારનો મુખ્‍ય વિષય હતો ‘‘સુપર ફુડ અને ડાયટ ફેડ” જેમાં દાનહની નરોલી શાળાના વિદ્યાર્થીએ કૌવત ઝળકાવ્‍યું હતું અને શાળા, ગામ અને પ્રદેશને ગૌરવ અપાવ્‍યું છે. આ સિદ્ધિ સંઘપ્રદેશના તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાનો વિષય બન્‍યો છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર વતી એન્‍ડરસનને શુભકામના આપવામાં આવી હતી.

Related posts

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી મંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને આપેલી મંજૂરી

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

vartmanpravah

વાપી હરિયા હોસ્‍પિટલ પાસે કારમાં રૂપસુંદરી સાપ ભરાયો : બીજા દિવસે રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

વિજયના વિશ્વાસ સાથે વાપીમાં દબદબાપૂર્વક ‘ગુજરાત ગૌરવ યાત્રા’ યોજાઈ

vartmanpravah

Leave a Comment