September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કચ્‍છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ગરબાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: કચ્‍છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા વાપીમાં છેલ્લા 55 વર્ષથી સાંસ્‍કળતિક શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ સાંસ્‍કળતિક અને પરંપરાગત માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં માતાજીની આરતી અને પૂજા બાદ સતત છ દિવસથી યુવાનો વડીલો વૃદ્ધો બાળકો સહિત મોટી સંખ્‍યામાં કચ્‍છ કડવા પાટીદાર સનાતન સમાજના લોકો દ્વારા ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.
સમાજના પ્રમુખ મોહનભાઈના જણાવ્‍યા અનુસાર છેલ્લા 55 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. બહારના કોઈપણ વ્‍યક્‍તિને તેમાંએન્‍ટ્રી આપવામાં આવતી નથી સાથે જ સંસ્‍કળતિને અનુરૂપ તમામ ગીતો અહીં વગાડવામાં આવે છે એટલે કે ફિલ્‍મી ગીતોને અહીં કોઈ પણ પ્રકારનું સ્‍થાન નથી. સાથે જ સંસ્‍કળતિને અનુરૂપ કપડાંઓ પહેરી એટલે કે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ તેમજ સમાજના તમામ વડીલો એક સાથે મળી ગરબે રમી માતાજીની આરાધના કરે છે અને સુખ સમૃદ્ધિ વધે તે માટેની મંગલ કામના કરતા હોય છે મોટી સંખ્‍યામાં યુવા વર્ગ પણ ગરબામાં જોડાઈ છે. છેલ્લા 55 વર્ષથી અહીં ગરબાનું ભવ્‍ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાય છે. આ વર્ષે પણ કચ્‍છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 1480 કલાકારો ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment