July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

વી.આઈ.એ., સાંસદ અને ઝેડઆરયુસી મેમ્‍બરની રજૂઆત રેલવે મંત્રીએ સ્‍વિકારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી રેલવે સ્‍ટેશને એક વધુ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળ્‍યું. આગામી સમયથી બાંદ્રા-ભુસાવળ-ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે.
વાપી ઔદ્યોગિક વસાહત તેમજ સંઘપ્રદેશ દમણ-દાનહમાં ખાનદેશ વિસ્‍તારનાહજારો લોકો વ્‍યવસાય, નોકરી ધંધાર્થે અહીં સ્‍થાયી થયા છે. તેવા લોકોને વતન ખાનદેશ તરફ જવા માટેની તકલીફનો અંત આવ્‍યો છે. વાપી વી.આઈ.એ. તથા સાંસદ ડો.કે.સી. પટેલ, ઝેડ.આર.યુ.સી. મેમ્‍બર લાંબા સમયથી ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનને વાપીને સ્‍ટોપેજ મળે તેવી રજૂઆત અને લડત કરી રહ્યા હતા. આ લડત અંતે સફળ થઈ છે. રેલવે મંત્રીએ બાંદ્રા-ભુસાવલ ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું વાપી સ્‍ટોપેજ મંજુર કર્યું છે. ખાનદેશ વિસ્‍તારમાં રહેતા પરિવારો અને મુસાફરોએ આ નિર્ણયને આવકાર્યો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતમાં મનરેગાના વિકાસ કામોનું કરાયું સોશિયલ ઓડિટઃ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ

vartmanpravah

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

vartmanpravah

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

Leave a Comment