September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના રખોલી ગામમાંભંગારનો ધંધો કરતા યુવાનની હત્‍યા કરી તેના ભંગારના શેડથી થોડે દૂર અવાવરૂ જગ્‍યા પર ફેંકી દીધી હતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને અંજામ આપનારા આરોપીની દાનહ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર મેનાદીન સલીમ શેખ (ઉ.વ.45) રહેવાસી રખોલી, મુળ રહેવાસી ઉત્તર પ્રદેશ. મેનાદીન સલીમ શેખ રખોલી ગામમાં ભંગારનો ધંધો કરતો હતો. જેના ઉપર કોઈક અજાણ્‍યા ઈસમો દ્વારા રાત્રી દરમ્‍યાન હુમલો કરવામાં આવ્‍યો હતો અને એની લાશને ભંગારના શેડથી દૂર અવાવરૂ જગ્‍યા પર ફેંકી દીધી હતી.
રાત્રે મેનાદીન ઘરે નહિ આવતા એમના પરિવારના સભ્‍યો દ્વારા ભંગારના શેડ ખાતે તપાસ કરી હતી, પરંતુ તે નહીં મળી આવતા આજુબાજુના વિસ્‍તારમાં તપાસ કરતા ભંગારના શેડથી થોડે દૂર એક અવાવરુ જગ્‍યા પર ઈજાગ્રસ્‍ત અવસ્‍થામાં જોવા મળ્‍યા હતા. જેની તપાસ કરતા તે મૃત અવસ્‍થામાં જોવા મળ્‍યા હતા.
આ ઘટના અંગે તેમના પરિવાર દ્વારા સાયલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્‍યાં પી.એમ. દરમ્‍યાન પ્રાથમિક રિપોર્ટમાં હત્‍યા કરાઈ હોવાનું જણાવવામાં આવ્‍યું હતું. પરિવારના સભ્‍યો દ્વારા પોલીસને એમના પિતાનું મોત નિપજાવનારાઆરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવાની અને સખ્‍ત સજા કરવાની માંગ કરી હતી. આ ઘટના અંગે સાયલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

વાપીમાં રોડના ખાડા પૂજન કરી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પાલિકાને 10 દિવસમાં ખાડા પુરવા આપેલું અલ્‍ટિમેટમ

vartmanpravah

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

દમણમાં લોકસભા ચૂંટણી જીતવા મજબૂત બૂથનો પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલે આપેલો મંત્ર

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

Leave a Comment