Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાળીઓની રમઝટ સાથે માતાજીના ગરબા રમતા આર.કે.દેસાઈ કોલેજ પરિવારના ખેલૈયાઓ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: આર.કે.દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં નવરાત્રીનો પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ માતાજીની આરતી દ્વારા સમગ્ર વાતાવરણને ભક્‍તિમય બનાવી માઁ અંબેમાતાને આરાધ્‍યા હતા. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે કલ્‍યાણ બેનરજી (ભૂતપૂર્વ પ્રેસિડેન્‍ટ ઓફ રોટરી ઈન્‍ટરનેશનલ)ને સંસ્‍થાના ચેરમેન મિલન દેસાઈએ શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરી આવકાર્યા હતા તથા અન્‍ય મહેમાનો વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઈડ ચેરમેન હેમંતભાઈ પટેલ, યોગેશ કાબરિયા, કલ્‍પેશ વોરા હાજર રહી વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે આગળ વધવા માટે આશ્વાસન આપી ગરબા રમવા માટે અભિનંદન પાઠવ્‍યા હતા. ખૈલાયાઓમાં છુપાય રહેલ વિવિધ કલા કૌશલ્‍ય બહાર લાવી શકે એ માટે ગરબાની સ્‍પર્ધાઓ રાખવામાં આવી હતી. જેમાં નિર્ણાયક તરીકે કેવલ માહ્યાવંશી અને પૂજા ટંડેલએ ભૂમિકા ભજવી હતી. બેસ્‍ટ ડ્રેસ, બેસ્‍ટ એક્‍શન જેવી સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં પ્રોત્‍સાહિત સ્‍વરૂપે 19 વિદ્યાર્થીઓને ઈનામ પણ આપવામાં આવ્‍યું હતું અને આ સમગ્ર કાર્યક્રમ કોલેજના સાંસ્કૃતિ મંત્રી મંડળના નેજા હેઠળ યોજવામાં આવ્‍યો હતો. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્‍થાના ચેરમેન મિલન દેસાઈએ શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ પ્રિપ્રાયમરી સ્‍કૂલમાં બાલદિનની અનોખી ઉજવણી

vartmanpravah

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

દમણમાં સાદગી સાથે પરંપરાગત રીતે માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબે ઉજવેલો નારિયેળી પૂર્ણિમાનો ઉત્‍સવ

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment