July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની કરેલી જાહેરાત

ધોરણ 1 થી 9 માટે તા.06 થી 26 નવેમ્‍બર અને ધોરણ 10-12 માટે 09 થી 15 નવેમ્‍બર સુધી શાળાઓમાં રજા રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રદેશની તમામ સરકારી શાળાઓમાં આગામી 06નવેમ્‍બરથી 26નવેમ્‍બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે આ વર્ષના દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે 06નવેમ્‍બર, 2023થી 26નવેમ્‍બર, 2023 સુધી સંપ્રદેશની તમામ સરકારી શાળાઓમાં દિવાળીની છુટ્ટીઓ રહેશે. જ્‍યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તા.09 નવેમ્‍બરથી 15 નવેમ્‍બર, 2023 સુધી દિવાળી વેકેશનની રજા રહેશે.
મળતી માહિતી મુજબ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારીના સંદર્ભે વધારાના વર્ગો લેવામાં આવનાર હોવાથી ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે વેકેશન ફક્‍ત સાત દિવસનું જ રહેશે.

Related posts

વાપી ચણોદ કોલોની ચાર રસ્‍તા ઉપર કંપનીમાંથી સાયકલ ઉપર આવીલ રહેલ કામદારનું કારે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વાપી વટાર ગ્રામ પંચાયતના 50 હજારની લાંચમાં ઝડપાયેલ તલાટીના સેસન્‍સ કોર્ટે જામીન નામંજૂર કર્યા

vartmanpravah

‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત દિલ્‍હી કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં યોજાયેલ કાર્યશાળામાં દમણથી વસિમ સૈયદ અને દાનહના મુસ્‍તાકભાઈ તવાએ આપેલી હાજરી

vartmanpravah

ચીખલીના કલીયારીમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્‍ઝબરી બસ અને આઈસર ટેમ્‍પો સામસામે ભટકાતા બંને ચાલકના મોત

vartmanpravah

‘સ્‍મૃતિ દિવસ’ નિમિતે દાનહ-દમણ-દીવ પોલીસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શહિદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

Leave a Comment