January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતર જિલ્લા શાળા એથ્‍લેટિક્‍સ અને યોગ સ્‍પર્ધામાં દમણની સાર્વજનિક વિદ્યાલયનો ઉત્‍કૃષ્‍ટ દેખાવઃ મેળવેલા 44 મેડલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.03 : તાજેતરમાં આંતર જિલ્લાની સમગ્ર શાળાઓમાં એથ્‍લેટિક્‍સ અને યોગા સ્‍પર્ધાનું આયોજન દમણ જિલ્લામાં થયું હતું. જેમાં સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર દેખાવ કર્યો હતો અને 13 મેડલ બહેનોએ અને 22 મેડલ ભાઈઓએ એથ્‍લેટિક્‍સમાં તેમજ 6 મેડલ બહેનો અને 3 મેડલ ભાઈઓએ યોગ સ્‍પર્ધામાં મેળવ્‍યા હતા. આમ, શાળાના વિદ્યાર્થીઓએ કુલ 44 મેડલ અને ટ્રોફીઓ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. જે બદલ શાળાના પૂર્વ ચેરમેન શ્રી જોગીભાઈ ટંડેલ, ચેરમેન શ્રી જીજ્ઞેશ જોગી, વાઈસ ચેરમેન શ્રી વિવેકભાઈ ભાઠેલા, સેક્રેટરી શ્રી રૂદ્રેશભાઈ ટંડેલ, સંસ્‍થાના ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ, સભ્‍યો શ્રી જયંતિભાઈ ટંડેલ, શ્રી મૃદુલભાઈ ટંડેલ, શ્રી પીનલભાઈ શાહ, આચાર્યશ્રી દિપક મિષાી અને શારીરિક શિક્ષણના શિક્ષક શ્રી શશિકાન્‍ત ટંડેલ તથા શ્રી અનુપ વિશ્વકર્મા તેમજ શાળા પરિવારના દરેક શિક્ષકોએ સિદ્ધી અપાવનાર તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ સહ શુભેચ્‍છાઓ આપી છે.

Related posts

અંડર-17 બોયઝ : દમણ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ-દાભેલ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલીસાર્વજનિક વિદ્યાલય

vartmanpravah

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણવાડા પંચાયતના પટાંગણમાં પરિયારી અને દમણવાડાના લોકોને આપવામાં આવી મફત કાનૂની સલાહ

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે વર્ષિકાબેન પટેલની વરણીઃ શિક્ષણ આલમમાં ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સ સમિતિની બેઠક મળી

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

Leave a Comment