July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વાપી બલીઠા હાઈવે સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈઃ ટ્રાફિક સમસ્‍યા હળવી થશે

વાપી બલીઠા સર્વિસ રોડ ઉપર સુઝુકી અરેના અને ટાટા મોટર્સ સર્વિસ સ્‍ટેશનોની ગાડીઓની આવન-જાવનની ભરમાર રહે છે, તેમના ગાડી ભરીને આવતા કન્‍ટેઈનરોના કારણે મોટાભાગે ટ્રાફિક જામની બનતી ઘટનાઃ છાશવારે થતાં અકસ્‍માતો

File Photo

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03 : વાપી બલીઠા પુલથી સલવાવ સુધી હંમેશાં ટ્રાફિક જામ રહેતો હોવાથી બલીઠાનો હાઈવે સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. રોડ બની ગયા પછી ટ્રાફિકની સમસ્‍યા હળવી થઈ જશે.
બલીઠા હાઈવે વલસાડથી વાપી તરફ આવતા સર્વિસ રોડને પહોળો કરવામાં આવી રહ્યો છે જેની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ સર્વિસ રોડ ઉપર સુઝુકી અરેના અને ટાટા મોટર્સ સર્વિસ સ્‍ટેશન આવેલ હોવાથી ગાડીઓની ભરમાર રહે છે. ગાડી ભરીને આવતા કન્‍ટેઈનરોના કારણે મોટાભાગે ટ્રાફિક જામની ઘટના બનતી જોવા મળે છે અને અકસ્‍માતોની ઘટના પણ છાશવારે બની રહી છે.
બીજી બાજુ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તથા કામચલાઉ એસ.ટી. ડેપો પણ આ વિસ્‍તારમાં હોવાથી ટ્રાફિક સમસ્‍યા રોજીંદી રહે છે. બલીઠામાં મોટા પ્રમાણમાં ઓટો ગેરેજ અને વર્કશોપનો જમેલો હોવાથી વાહનો વધુ પાર્ક થતા હોવાથી હાઈવે ઉપર વારંવાર અકસ્‍માતો સર્જાતા રહેતા હોવાથી હાઈવે ઓથોરિટી દ્વારા બલીઠા સર્વિસ રોડ ખુબ મોટા પ્રમાણમાં પહોળો કરવાની હાલમાંકામગીરી ચાલું કરાઈ છે. કામગીરી પૂર્ણ થવાથી ટ્રાફિક સમસ્‍યા હળવી થશે.

Related posts

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં પ્રજાસત્તાક અને નિર્માણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પરેડની પૂર્વ તૈયારી

vartmanpravah

ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકામાં વિવિધ સ્‍થળોએ રાત્રિ સફાઈ યોજાઈ

vartmanpravah

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

Leave a Comment