October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

બાઈક પર ત્રિપ્‍પલ સવારી દરમિયાન એક વ્‍યક્‍તિ પડી જવાના બનાવમાં દાનહ જિલ્લા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ બી.એચ.પરમારે બાઈકચાલકને એક દિવસની જેલ અને રૂા.નવ હજાર રોકડનો ફટકારેલો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીના દૂધની ગામે બાઈક પર ત્રિપ્‍પલ સવાર બાઈકચાલકને કોર્ટ દ્વારા એક દિવસની જેલ અને નવ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર તા.11/11/2022ના રોજ ફરિયાદી દિપેશ મોહન પવાર દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે આરોપી હિતેશ નવીન ટંડેલ (ઉ.વ.27) રહેવાસી ચિંચપાડા, વાસોણા જે એમના મિત્રો સાથે બાઈક પર ત્રિપ્‍પલ સવાર થઈને દૂધની ગામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે પાછળ બેઠેલ એક વ્‍યક્‍તિ પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
બાઈક ચાલક પાસે બાઈકના કોઈપણ પ્રકારના ડોક્‍યુમેન્‍ટ્‍સ નહીં હતા અને હેલ્‍મેટ પણ પહેર્યું ન હતું. આ ફરિયાદના આધારે કેસ સેલવાસ કોર્ટમાં દાખલ કરાયો હતો. જેમાં ફરિયાદી તરફે સરકારી વકીલ પ્રવીણ પટેલની ધારદાર રજૂઆત બાદ સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ સુશ્રી બી.એચ.પરમાર દ્વારા આરોપીને એક દિવસની સજા અને રોકડા રૂા.નવ હજારનો દંડ કરવામાં આવ્‍યો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી અને સહ પ્રભારી સહિત ભાજપના આગેવાનોએ દમણના આદિવાસી નેતા ભાવિક હળપતિના ઘરે લીધેલું બપોરનું ભોજન

vartmanpravah

દાનહમાં એનએસએસ દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ સંદર્ભે કાર્યક્રમનું આયોજન

vartmanpravah

બગવાડા હાઈવે પર કન્‍ટેનર પાછળ BMW કાર ઘૂસી જતા કારનો ખુરદો: એર બેગ ખુલી જતા કારમાં સવાર તમામનો સામન્‍ય ઈજા સાથે બચાવ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

ફડવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજાયો

vartmanpravah

વલસાડ તા.પં.ની આજે ગુરુવારે સામાન્‍યસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment