January 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસને રખોલી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ગેરકાયદેસરના બાંધકામોનું કરેલું ડિમોલિશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેરો પર કરવામાં આવેલા ગેરકાયદેસરના બાંધકામોને આજે હટાવવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. જેમાં રખોલી ગ્રામપંચાયત સહિતના અન્‍ય વિસ્‍તારમાં પણ સરકારી જમીન, નહેર, કોતર કે કુદરતી પાણીના વહેણની જગ્‍યા ઉપર ગેરકાયદે તાણી બાંધેલા બાંધકામો પર બૂલડોઝર ફેરવી ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ અત્‍યાર સુધી દાનહ સહિત દમણ અને દીવ જિલ્લામાં વિવિધ સ્‍થળોએ ગેરકાયદે તાણી બાંધેલા બાંધકામોનું ડિમોલીશન કરી કરોડો રૂપિયાની જમીન ખાલી કરવામાં પ્રશાસને સફળતા મેળવી છે.

Related posts

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ચાર દિવસીય દાનહ પ્રવાસનો મનન-મંથન અને ચિંતન સાથે આરંભ

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

દમણના મદ્રેસા ઈસ્‍લામાયા ખારીવાડ ખાતે વૈદિક ડેન્‍ટલ કોલેજ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર દલવાડા દ્વારા નિ:શુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયના 3 કર્મચારીઓને આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

સોમવારે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજાશે : કારોબારી ચેરમેન મેન્‍ડેટનો મુદ્દો ફરી ગરમાશે

vartmanpravah

Leave a Comment