September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્‍તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્‍ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્‍ટોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી ઇન્‍ડિયન રેડક્રોસ સંચાલિત દિવ્‍યાંગ બાળકો માટેની સ્‍પેશિયલ શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના સુંદર લેમ્‍પ, વુલનડોલ, કીચેઇન, બ્રેસલેટ સહિત રંગબેરંગી દીવડાઓ તૈયાર કરવામાં આવ્‍યા છે. જેનો સ્‍ટોલ 06 નવેમ્‍બરથી 09નવેમ્‍બર, 20213 સુધી સેલવાસ કલેક્‍ટર કચેરી પરિસર ખાતે શરૂ કરવામાં આવ્‍યો છે.
સેલવાસની રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોને અભ્‍યાસની સાથે અન્‍ય વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. આ દિવ્‍યાંગ બાળકોમાં પ્રતિભાની કોઈ જ કમી નથી, તેઓનેજાગૃત કરવાની જરૂર છે. જેનો ઉદ્દેશ્‍ય દિવ્‍યાંગોને મુખ્‍ય પ્રવાહ સાથે જોડવાનો છે.
આ શાળાના દિવ્‍યાંગ બાળકોએ આગામી દિવાળીના તહેવાર માટે શાળાના આચાર્ય શ્રી જ્‍યોતિર્મય સુરે અને શિક્ષકોના માર્ગદર્શન દ્વારા વિવિધ પ્રકારના રંગબેરંગી દીવા અને ઘરમાં સજાવટ અને સુશોભનની વસ્‍તુઓ બનાવી છે. જેના માટે બાળકોમાં પણ અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. સ્‍ટોલ ઉપર દિવા અને સજાવટના સામાનનું વેચાણ થશે એ રાશીનો ઉપયોગ શાળાના બાળકોના કરવામાં આવશે. કલેક્‍ટર કચેરીના પ્રાંગણમાં શરૂ કરાયેલા સ્‍ટોલ ઉપરથી શહેર તથા પ્રદેશના નાગરિકો વિકલાંગ બાળકોએ તેમના હસ્‍તે બનાવેલ દિવા અને વિવિધ સુશોભનની વસ્‍તુઓ ખરીદે એવો આગ્રહ રાખવામાં આવે છે.

Related posts

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાના પારડીમાં ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન હેઠળ તમાકુનું વેચાણ કરતા 9 દુકાનદારો દંડાયા

vartmanpravah

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચ કરતા વધુ વરસેલો વરસાદ

vartmanpravah

Leave a Comment