Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કેસના આરોપીના જિલ્લા કોર્ટે ત્રણ દિવસના મંજૂર કરેલા રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના એક ફળિયામાં નાની બાળકી સાથે છેડતી કરવાના ગુનામાં નોંધાયેલી ફરિયાદમાં દાનહ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ત્રણ દિવસના રિમાન્‍ડ પર મોકલવામાં આદેશ કર્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના બાલાજી જેમ્‍સની સામેની ચાલ, ઉલ્‍ટન ફળિયામાં રહેતો ચન્‍દ્રન ઉદય યાદવ (ઉ.વ.38) મૂળ રહેવાસીબિહાર. જેણે ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કરી હોવાની ફરિયાદ એની માતાએ નોંધાવી હતી. સેલવાસ પોલીસે આરોપીની સોમવારે ધરપકડ કરી હતી અને બાળકીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરવામાં આવ્‍યા હતા.
આરોપી અને બાળકીના પરિવાર વચ્‍ચે સારા સબંધ હતા. પરંતુ એક દિવસ આરોપી ચન્‍દ્રન યાદવની નિયત બગડતાં બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો અને ચોકલેટ આપી એની સાથે છેડતી કરી હતી. ત્‍યારબાદ બાળકીને એના ઘરે મુકી ચાલી ગયો હતો, બાળકીની માતાને શંકા જતાં તપાસ કરતા એમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ત્‍યારબાદ તાત્‍કાલિક પોલીસને જાણ કર્યા બાદ પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મોડી સાંજે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્‍સો એક્‍ટ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે આરોપી ચન્‍દ્રન યાદવના ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ મંજૂર કરી જેલમાં ધકેલી દેવામાં આવ્‍યો હતો.

Related posts

દીવના બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જેઈઆરસીની યોજાયેલી જનસુનાવણીમાં સેલવાસ-દમણમાં ટોરેન્‍ટ પાવરના વહીવટ સામે પડેલી પસ્‍તાળ

vartmanpravah

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

vartmanpravah

વાપી નગરપાલિકાની અંતિમ સામાન્‍ય સભા યોજાઈ: નગર યોજના નં.1(વાપી)ને સરકારમાં સાદર કરવાની બહાલી

vartmanpravah

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ટીપીઈઓ અને બીટ નિરીક્ષકોની જગ્‍યા લાંબા સમયથી ખાલી

vartmanpravah

Leave a Comment