October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નજીક આવતા દીવ પ્રશાસન દ્વારા દરેક મિઠાઈની દુકાનોમાં સઘન તપાસ તથા મિઠાઈ અને ફરસાણના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. ફુડ ઈન્‍સ્‍પેક્‍ટર રોહિત સોલંકી તથા તેની ટીમ દ્વારા દિવાળી દરમિયાન બનતી મિઠાઈ તથા ફરસાણની તપાસ હેતુ દીવ જિલ્લાની દરેક મિઠાઈની દુકાનોમાં પહોંચી તપાસ કરશે.
આજે દીવ પદ્મભૂષણ કોમ્‍પલેક્ષ નજીક આવેલ રાધે ક્રિષ્‍ના સ્‍વીટ એન્‍ડ નમકીનની દુકાન ખાતે દુકાનદારને પૂછતાછ તથા સેમ્‍પલ લેવાયા. આ સેમ્‍પલ વડોદરા અને સુરત લેબમાં તપાસ અર્થે મોકલાવવામાં આવશે. આ મિઠાઈના કે ફરસાણના રિપોર્ટમાં કાંઈ પણ કચાસ કે ગળબળ જોવા મળશે તો દુકાનદાર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોની વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ હવે હાથવેંતમાં

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના એંધાણઃ ભાજપ-શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે થનારૂં સમરાંગણ

vartmanpravah

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીમાં તાલુકાસેવા સદન કેમ્‍પસમાં વોક-વેના પેવર બ્‍લોક બેસી ગયા!

vartmanpravah

Leave a Comment