October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: કપરાડા તાલુકાના સુખાલા ગામના વતની શ્રી ડાહ્યાભાઈ બહેરામભાઈ પટેલ અને શ્રી દીપકભાઈ બહેરામભાઈ પટેલે આજરોજ સુખાલા ગામની પ્રજા માટે નિઃશુલ્‍ક મોક્ષરથની સુવિધા ઉપલબ્‍ધ કરી હતી. સુખલાગામ નિશાણા ફળિયું ખાતે રહેતા શ્રી દીપકભાઈ અને શ્રી ડાહ્યાભાઈએ એમના સ્‍વ.માતા ઝમકુબેન બહેરામભાઈ અને સ્‍વ.પિતા બહેરામભાઈ ભગુભાઈ પટેલના સ્‍મરણાર્થે સુખાલા ગામની જનતા માટે મોક્ષ રથની સેવા અર્પણકરી હતી. આ લોકાર્પણ વિધિમાં પરિવારની પૌત્રી અને હાલ તાલુકા પંચાયતનો સભ્‍ય કુંજલબેન દીપકભાઈ પટેલે સુખાલા ગામની જનતાને મારુ ગામ એ મારો સમાજ અને પરિવારનો સંદેશો આપી દરેક કાર્યમાં હર હંમેશ નિઃસ્‍વાર્થ સેવા આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે સુખાલા ગામના તેમ જ આજુબાજુના ગામના સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડા દીવમાં ‘હિન્‍દી દિવસ’ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર્સ મીટ યોજાઈ

vartmanpravah

વાપી મોરાઈમાં બની રહેલ બિલ્‍ડીંગ સામે બની રહેલ ગેરેજને તોડી પાડવા બિલ્‍ડરે ધમકી આપી

vartmanpravah

Leave a Comment