January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિહાર મુખ્‍યમંત્રી નિતીશકુમારની ડર્ટી સ્‍પીચના પડઘા વલસાડમાં પડયા : ભાજપે પુતળા દહન કાર્યક્રમ યોજ્‍યો

નિતીશકુમારે વિધાનસભામાં ભાન ભુલીને બિભત્‍સ સ્‍પીચ આપી હતી,
જેનો વિરોધ દેશભરમાં થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: બિહારના મુખ્‍યમંત્રી નિતીશકુમારે વિધાનસભામાં બિભત્‍સ સ્‍પીચ આપી હતી. મહિલાઓના અપમાનજનક શબ્‍દોએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. જેના પડઘા વલસાડમાં પડયા હતા. વલસાડ આઝાદ ચોકમાં ભાજપ પરિવારે નિતીશકુમારના પુતળાનું દહન કરીને તેમની ડર્ટી સ્‍પીચનો જાહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બિહાર વિધાનસભામાં મુખ્‍યમંત્રી નિતીશકુમારે કાનેથી સાંભળી ના શકાય તેવી સેક્‍સ માટેની ડર્ટી સ્‍પીચ આપી હતી. જેના પ્રત્‍યાઘાત દેશમાં પડયા છે. ઠેર ઠેર નિતીશકુમારનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપને મોટો મુદ્દો ચૂંટણીમાં મળી ગયો છે. આજે આઝાદ ચોક વલસાડમાં ધારાસભ્‍ય ભરતભાઈ પટેલની રાહબરીમાં ભાજપ કાર્યકરોએ નિતીશકુમારનું પૂતળું બાળી બિભત્‍સ સ્‍પીચનો સખ્‍ત વિરોધ નોંધાવ્‍યો હતો. મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણાબેન, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી સિલ્‍પેશ દેસાઈ જેવા આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીમાં ટ્રકે કારને ટક્કર મારતા કાર હાઈવેની ગ્રીલ તોડી સોસાયટીમાં ઘુસી

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ વલસાડ જિલ્લાની 768 શાળાના 16275 વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધામાં ભાગ લીધો

vartmanpravah

સેલવાસ ન.પા.એ 42 કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કર્યોઃ વેપારીઓ પાસેથી રૂા. સાત હજારનો વસૂલેલો દંડ

vartmanpravah

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

Leave a Comment