October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએમાં સુરતના રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને લોક દરબાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી જીઆઈડીસીના પોલીસ મથકે સુરત રેન્‍જ આઈજી વાર્ષિક ઈન્‍સ્‍પેકશન કરવા વલસાડ જિલ્લાના પ્રવાસે આવ્‍યા હતા. વાપી જીઆઈડીસી પોલીસ મથકનું ઈન્‍સ્‍પેકશન કર્યા બાદ રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને વાપી વીઆઈએ ઓડિટોરીયમ લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાપી જીઆઈડીસી પોલીસ મથકનું રેન્‍જ આઈજીએ ઈન્‍સ્‍પેકશન કર્યા બાદ વાપી વીઆઈએ હોલ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીના ઉદ્યોગપતિઓ, વીઆઈએના અગ્રણીઓ અને સ્‍થાનિક લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. વાપીમાં ફલાઈ ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરીને લઈને થતી ટ્રાફિક સમસ્‍યા સહિત વિવિધ અમુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. વાપી વિસ્‍તારમાં આરઓબીની ચાલી રહેલી કામગીરીને લઈને થતી ટ્રાફિક સમસ્‍યા અંગેપાલિકાના પ્રમુખ કાશ્‍મીરાબેન શાહે જરૂરી વિકલ્‍પો અંગે ચર્ચા કરી હતી.
વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને વલસાડ જિલ્લાના અગ્રણીઓએ બિરદાવી હતી. વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા અને તેમની ટીમ દ્વારા ડુંગરા વિસ્‍તારમાં 6 વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્‍કર્મ અને હત્‍યાના કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવા બદલ જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્‍યા હતા. પોલીસ મથકમાં લેન્‍ડલાઈની જગ્‍યાએ મોબાઈલ નંબર ફાળવવા અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સુરત રેન્‍જ આઈ વી. ચંદ્રશેખરે અગ્રણીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્‍યા હતા.
લોકદબારમાં વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્‍મીરાબેન શાહ સહિત વાપીના ઉદ્યોગપતિઓ, વીઆઈએના અગ્રણીઓ તથા સ્‍થાનિક લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર લોક દરબારનું સંચાલન વાપી વિભાગના ડીવાયએસપી બી.એન. દવેએ કર્યું હતું.

Related posts

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

તા.30મીએ તમાકુ નિયત્રણ કમિટિની બેઠક મળશે

vartmanpravah

ધરમપુર બામટી માર્કેટમાં 3.5 કિ.ગ્રા.ની હાથીજુલ નામની કેરી વેચાણમાં આવતા લોકો જોવા ઉમટી પડયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

vartmanpravah

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા JEEMainના વિદ્યાર્થીઓ માટે Target 99 Percentile પ્રોગ્રામ

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની ખેલાડી બેહેનોની ફૂટબોલ સ્‍પર્ધા માટે રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી

vartmanpravah

Leave a Comment