October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ગુંદલાવમાં દારૂનો ધંધો ચાલુ રાખવા માટે રૂા.1 હજારની લાંચ લઈ ભાગેલ જી.આર.ડી. જવાન અંતે ઝડપાયો

એસીબીને જોઈ જતા જવાન પ્રતિક પટેલ લાંચ લઈ ભાગી બે મહિનાથી નાસતો ફરતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ ગુંદલાવ જી.આઈ.ડી.સી.માં દારૂનો ધંધો ચાલુ રાખવા માટે જી.આર.ડી. જવાને રૂા.1 હજારની લાંચ માંગી હતી. ગત તા.07 સપ્‍ટેમ્‍બરના રોજ ફરિયાદ બાદ એ.સી.બી.એ છટકું ગોઠવ્‍યું હતું ત્‍યારે રૂપિયા 1 હજારની લાંચ સ્‍વિકારી આરોપી એ.સી.બી.ને જોઈ જતા બાઈક ઉપર ફરાર થઈ ગયો હતો. એ.સી.બી. આરોપીને બે મહિનાથી શોધતી હતી. અંતે આરોપી ઝડપાતા એ.સી.બી.એ કોર્ટમાં રજૂ કર્યો હતો.
બનાવની વિગતો મુજબ વલસાડ રૂરલ પોલીસમાં જી.આર.ડી. તરીકે ફરજ બજાવતા પ્રતિક પટેલએ દારૂના બુટલેગર પાસે ધંધો ચાલુ રાખવા માટે બે હજાર માંગ્‍યા હતા. અંતે એક હજાર નક્કી થયા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતો નહોતો તેથી એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. તે મુજબ એસીબીએ ગત તા.07 સપ્‍ટેમ્‍બરના રોજ ગુંદલાવ જુની જીઆઈડીસી પ્‍લોટ નં.5 સામેછટકું ગોઠવ્‍યું હતું. ફરિયાદીએ પ્રતિકને આ સ્‍થળે રૂપિયા લેવા આવવા જણાવેલ તેથી જી.આર.ડી. જવાન પ્રતિક પટેલે સ્‍થળ ઉપર રૂા.1 હજારની લાંચ સ્‍વિકારી હતી. પરંતુ એ.સી.બી.ને જોઈ જતા બાઈક ઉપર ફરાર થઈ ગયો હતો. અંતે બે મહિના બાદ એ.સી.બી.એ પ્રતિક પટેલને ઝડપી પાડયો હતો.

Related posts

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

મોટી દમણના કચીગામની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલનો વાર્ષિક રમતોત્‍સવ સંપન્ન

vartmanpravah

ધરમપુર તા.ના યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી સામે શિક્ષાત્‍મક કાર્યવાહીકરવાની ધારાસભ્‍યને લેખિત ફરીયાદ કરાઈ

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

Leave a Comment