October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી અને સહ પ્રભારી સહિત ભાજપના આગેવાનોએ દમણના આદિવાસી નેતા ભાવિક હળપતિના ઘરે લીધેલું બપોરનું ભોજન

દમણ જિલ્લામાં 15 હજાર કરતા વધુ આદિવાસી મતદારો છેઃ દમણ ન.પા.ના ઉપ પ્રમુખ પદે રશ્‍મિબેન હળપતિની વરણી કરી પ્રદેશ ભાજપે આદિવાસી સમાજનું કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : ભાજપના દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્‍યંત પટેલે આજે આદિવાસી સમાજના આગેવાન શ્રી ભાવિક હળપતિના ઘરે બપોરનું ભોજન લીધું હતું. જેમાં આદિવાસી સમાજના અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી, સહ પ્રભારી શ્રી દુષ્‍યંત પટેલ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તથા પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા) સહિતના મહાનુભાવોએ આદિવાસી આગેવાન શ્રી ભાવિક હળપતિના ઘરે બપોરનું ભોજન લીધું હતું.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લામાં લગભગ 15 હજાર કરતા વધુ આદિવાસીમતદારો છે. પ્રદેશ ભાજપે આદિવાસી સમાજના શ્રીમતી રશ્‍મિબેન હળપતિને દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ તરીકેની મહત્‍વની જવાબદારી સુપ્રત કરી આદિવાસી સમાજનું બહુમાન પણ કરેલ છે.

Related posts

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું

vartmanpravah

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

vartmanpravah

વાપી-સેલવાસ રોડ ઉપર કોલેજ જતી યુવતીનું મોપેડ ખાડામાં પટકાતા પાછળ આવતી ટ્રક ફરી વળતા દર્દનાક મોત નિપજ્‍યું

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

Leave a Comment