Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03 : રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢ, તેલંગાણા અને મિઝોરમ એમ પાંચ રાજ્‍યોના વિધાનસભાની ગત મહિને ચૂંટણીઓ સંપન્ન થઈ હતી.જેમાં આજે મિઝોરમ સિવાયના ચાર રાજ્‍યોના પરિણામ આવ્‍યા હતા. જેમાં રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ અને છત્તિસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતી સાથે વિજય થયો હતો. આ જીતની ખુશીમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતને લઈને દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લખમણના નેતૃત્‍વમાં દીવના બંદર ચોક ખાતે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને આનંદ-ઉલ્લાસ સાથે વિજય ઉત્‍સવ મનાવ્‍યો હતો. આ પ્રસંગે ભાજપના વિવિધ હોદેદારો, અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસનો આવકારદાયક અભિગમ દાનહમાં મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા માટે વિવિધ સ્‍કૂલોમાં કેમ્‍પનું આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે સસરાએ જમાઈને કુહાડીથી મારતા હાસ્‍પિટલ ખસેડાયો

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દમણમાં યોજાયેલ ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2માં ચેમ્‍પિયન બનેલી મિથિલા ઈલેવન:રનર્સ અપ રહેલી શિવમ વોરિયર્સ

vartmanpravah

Leave a Comment