April 20, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

ડૉ. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શસ્ત્ર ગણાવ્‍યું હતું જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્‍વિત કરતા આજે દાનહ અને દમણ-દીવમાં દરેક લોકો માટે ખુલેલા ઉચ્‍ચ શિક્ષણના અનેક દ્વારોઃ સરપંચ મુકેશ ગોસાવી

 

 

 

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતનાબંધારણના નિર્માતા ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે ફક્‍ત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લોકોનું જ નહીં પરંતુ મહિલા, કામદારો તથા અન્‍ય પછાત વર્ગ સહિત સમગ્ર માનવજાતના સર્વાંગી ઉત્‍થાન માટે અણમોલ કામ કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શસ્ત્ર ગણાવ્‍યું હતું. જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્‍વિત કરી છે. આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાત કરવામાં આવે તો છેવાડેના દરેક લોકો માટે ઉચ્‍ચ શિક્ષણના અનેક દ્વારો ખુલી ગયા છે. તેમણે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી મેડિકલ, પેરા મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ, ફેશન ડિઝાઈનીંગ તથા લૉ કોલેજનો પણ પ્રારંભ થઈ ચુક્‍યો છે. આ કોલેજો આપણા પ્રદેશના બાળકોની શિક્ષણની ભૂખ ઉઘાડવા માટે શરૂ થઈ છે. તેથી પેટે પાટા બાંધીને પણ બાળકને ભણાવવા ઉપર તેમણે જોર આપ્‍યું હતું.
આ પ્રસંગે એકાઉન્‍ટન્‍ટ શ્રી રોહિત ગોહિલ સહિત ગામના યુવાનો અને બહેનોઉપસ્‍થિત રહ્યા હતા. વિશ્વવંદનીય ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ઉપસ્‍થિત તમામ લોકોએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી.

Related posts

2047 સુધી વિકસિત ભારત બનાવવા  દમણમાં યોજાયેલ બે દિવસીય ‘ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ’ વિકસિત ગામથી વિકસિત જિલ્લો બનાવવાના નિર્ધાર સાથે સંપન્ન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર સલોની રાયનાં માર્ગદર્શનમાં દીવમાં ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ની ઉજવણી હેઠળ આંગણવાડી કાર્યકતા બહેનોને ‘ઉપરી આહાર’ અંગે તાલીમ અપાઈ

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment