September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલ શિક્ષકનું નાગવા ખાતે હાર્ટ અટેકથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા ખાતે આજે તાપી જિલ્લાના ખાનપુર ગામના રહેવાસી રણજીત દેવસીગ ચૌધરી, ઉંમર વર્ષ 56નું નાગવા ખાતે મૃત્‍યુ થયું હતું. આજે સવારે બસ લઈને આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દીવ શૈક્ષણિક પ્રવાસએ પહોંચ્‍યા હતા. આવ્‍યા બાદ તેઓ નાગવા પાર્કિંગમાં રસોઈ બનાવી રહ્યા હતા, તે દરમિયાન રણજીતભાઈ સિલ્‍વર બારમાં ગયા, જ્‍યાં અચાનક જ તેને હાર્ટ એટેક આવતા મોત નિપજ્‍યું હતું, તેને તરત જ 108 મારફતે દીવ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરએ તેને મૃત ઘોષિત કર્યો હતો. રણજીતભાઈનું હાર્ટ એટેકથી મોત થતા, શૈક્ષણિક પ્રવાસમાં રણજીતભાઈના પત્‍ની તથા પુત્રી પણ હતા. જેને જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા, આ ઘટનાની જાણ પોલીસને થતાં તે પણ સરકારી હોસ્‍પિટલ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવના દગાચી ગામનીએક ખાણમાં સુકા ઘાસમાં લાગી આગ

vartmanpravah

Leave a Comment