October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની સુપર ઇલેક્‍ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: આજે સેલવાસના આમલી વિસ્‍તારમા આવેલ ઇલેક્‍ટ્રોનિકસ સામાનની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર આમલી ફુવારા નજીક આવેલ સુપર ઇલેક્‍ટ્રોનિક્‍સ નામની દુકાનમાં વહેલી સવારમાં અચાનક આગ લાગતા દુકાનમાંથી ધુમાડો નીકળતા જોતા આજુબાજુના લોકોએ દુકાનના માલિક અને ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમ પહોંચી હતી અને દુકાનનું શટર ખોલી અંદર લાગેલ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અડધા ભારે કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. દુકાનમાં રાખવામાં આવેલ સામાનને આગ લાગવાને કારણે નુકસાન થયેલ છે.

Related posts

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતીની ઉજવણી : સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની મંડળની સામાન્‍ય સભા અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં લોક જનશક્‍તિ પાર્ટી(લોજપા)એ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

પિપરિયા તરફ પ્રયાણ  યુવાનો સામે પહેલી સમસ્‍યા ઉભી થઈ તે સિલવાસાના પોર્ટુગીઝ જાસૂસોની

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment