October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

પત્‍નીને મંદિર પૂજા કરવા બોલાવ્‍યા બાદ ગીરીશ મહેતા નદીમાં નહાવા ગયેલ, પત્‍ની સામે પતિનું કરુણ મોત થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: માણસનું મોત ક્‍યાં અને ક્‍યારે થાય તેનું કંઈ નક્કી નથી. કંઈક એવી ઘટના શનિવારે સાંજે વાપી લવાછા મહાદેવ મંદિર પાસે વહેતી દમણગંગા નદીમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતા કરુણ મોત થયું હતું.
વાપી લવાછા મહાદેવ મંદિરે શનિવારેસાંજના ગીરીશ નંદન નામનો યુવાન પૂજા-દર્શન માટે પહોંચ્‍યો હતો. ત્‍યારબાદ પૂજા કરવા માટે પત્‍નીને પણ મંદિરે બોલાવી હતી. પત્‍ની સાથે પૂજા કરવા પહેલા નહાવા માટે ગીરીશ મહેતા પત્‍ની સાથે પાસે વહેતી દમણગંગા નદીએ નહાવા ગયો હતો. પત્‍ની કિનારે ઉભી હતી તે દરમિયાન અચાનક પતિને ડૂબતો જોઈને બુમાબુમ કરી હતી. મંદિરે આવેલા લોકો દોડી આવ્‍યા હતા. કિનારે પહોંચી કેટલાક લોકો નદીમાં પડયા પરંતુ તે પહેલા ગીરીશનું ડૂબી જતા મોત નિપજ્‍યું હતું. ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

vartmanpravah

Leave a Comment