July 21, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

શનિવારે કચીગામ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચી લોકોને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા

‘ઓડીએફ પ્‍લસ’ અને ‘હર ઘર જળ’ યોજનાની સારી કામગીરી માટે સરપંચ ભરતભાઈ પટેલને પ્રમાણપત્ર આપી કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : શનિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે પહોંચી હતી જ્‍યાં તેનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કચીગામ પંચાયત ઘર ખાતે આયોજીત કાર્યક્રમમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પરિવહન સચિવ શ્રી નિખિલ દેસાઈ, દમણના કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રા, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિ.પં. ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, કચીગામ વિભાગના જિ.પં.સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા, કચીગામ પંચાયતના વોર્ડ સભ્‍યો સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના બાળકોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરી હતી. કચીગામ પંચાયતદ્વારા ઓડીએફ પ્‍લસ અને હર ઘર જળ યોજનાના સારા કાર્યો કરવા બદલ સરપંચ શ્રી ભરતભાઈ પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. સોમનાથ પંચાયત વિસ્‍તારના શ્રેષ્‍ઠ આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કરો, સ્‍વયં સહાયતા સમૂહની મહિલાઓ અને નિબંધ તથા ચિત્રકળા સ્‍પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પુરસ્‍કાર કરાયા હતા. આ અવસરે ઉપસ્‍થિત તમામ લોકોએ વિકસિત ભારત પ્રત્‍યે સંકલ્‍પિત બનવાના શપથ લીધા હતા અને વૃક્ષારોપણ તથા સ્‍વચ્‍છતા અભિયાન પણ ચલાવ્‍યું હતું.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્‍તુત કર્યા હતા. કાર્યક્રમમા વિવિધ યોજનાઓના સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા. જેમાં લાભાર્થીઓને લાભ અને જાણકારી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ કચીગામ પંચાયતના નાની કોળીવાડ, મોટી કોળીવાડ, અજરણ ફળિયા, ઢોડિયાવાડ, માહ્યાવંશી ફળિયા, માંગેલવાડ, કાછલ ફળિયા, જામલકર ફળિયા, ડુંગરી ફળિયા, સહિતના વિવિધ વિસ્‍તારોમાં ફરીને નુક્કડ નાટક અને ફિલ્‍મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત યાત્રા’ હવે તેના આગલા પડાવ દમણ જિલ્લાના પટલારા ગ્રામ પંચાયતમાં પહોંચશે.

Related posts

ચીખલીથી મોબાઈલ ચોર કરતી ટોળકીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારોની ચૂંટણી બિનહરિફ

vartmanpravah

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ત્રીજા દિવસે બોયઝ અંડર-15 અને 17માં દમણ વિજેતા

vartmanpravah

Leave a Comment