Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં દવાનો અભાવ તથા બંધ પડેલા એક્‍સ-રે અને સોનોગ્રાફી મશીન કાર્યરત કરવા લોકોની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12 : આજે દાદરા નગર હવેલીની ખાનવેલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મારિયાભાઈ વિલાતના અધ્‍યક્ષ સ્‍થાને ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25ના ડેવલપમેન્‍ટ પ્‍લાનને મંજૂર કરવા પંચાયતના પ્રાંગણમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી નિશાબેન ભવર, ગ્રામસેવક, મેડિકલ ઓફિસર ડૉ. એ.કે.માહલા, વન વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ગ્રામસભાનો શુભારંભ દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ ગ્રામસભાની કાર્યસૂચિ અનુસાર ચાલુ નાણાંકિય વર્ષના વિકાસ ભંડોળનો ઉપયોગ, યોજનાઓની કાર્યપ્રણાલી અને આગામી વર્ષ 2024-‘25ના એક્‍શન પ્‍લાનની ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રશાસનના વિવિધ વિભાગોમાંથી ઉપસ્‍થિત રહેલા અધિકારીઓએ પોતપોતાના વિભાગ દ્વારા હાલમાં લાગુ ભારત સરકાર અને દાનહ પ્રશાસનની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને જાણકારી આપી હતી.
ગ્રામજનોએ રજૂ કરેલારોડ-રસ્‍તા, પાણીના પ્રશ્નો, ગટરના કામો વગેરેનો સુખદ નિકાલ કરવા માટે વિચારણાં કરવામાં આવી હતી. ઉપરાંત ગામમાં નિર્માણાધીન અને બાકી રહેલા વિકાસ કામો પ્રશાસન દ્વારા દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી. ગત ઓગસ્‍ટ મહિનામાં વરસેલા ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવવાથી તલાવલી ફળીયામાં 20થી વધુ ઘરો ડૂબાણમાં ગયા હતા જેના કારણે ઘણું નુકસાન થયું હતું. જેમાંથી 12 જેટલા ઘરો જમીનદોસ્‍ત થઈ ગયા હતા. બેઘર બનેલા લોકોને હજી સુધી ઘર મળ્‍યા નથી, જેનો મુદ્દો ગરમાયો હતો.
ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે, ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં દર્દીઓ માટેની જરૂરી દવાની અછત વર્તાઈ રહી છે, અગાઉના સમયમાં હોસ્‍પિટલમાં એક્‍સ-રે અને સોનીગ્રાફી જેવી મહત્‍વની સુવિધા મળતી હતી, જે હાલમાં બંધ છે એને ચાલુ કરવા માંગ કરી હતી. દર્દીઓની તપાસ માટેના મહત્‍વના મશીનો બંધ હોવાને કારણે દર્દીઓને સેલવાસ સુધી લઈ જવા પડે છે જેનો ખર્ચ અને સમય પણ વધી જાય છે. ખાનવેલ-સેલવાસ રોડ જેનું હાલમાં કામ ચાલી રહ્યું છે જેમાં એક વર્ષ પહેલાં ‘નલ સે જલ યોજના’ અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી જેને તહસ નહસ કરી દેવામાં આવી છે. તેનો ખર્ચકોન્‍ટ્રાક્‍ટર પાસેથી વસૂલ કરવામાં આવે એવી રજૂઆત પણ ગ્રામજનોએ કરી હતી.
આ અવસરે ઉપ સરપંચ, પ્રશાસનિક અધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટના મંજૂર થયું

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

Leave a Comment