Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા સમય સમયે ફાયર સેફટીને ધ્‍યાનમાં રાખી પ્રદેશની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સંદર્ભે રખોલી અંગ્રેજી માધ્‍યમ હાઈસ્‍કૂલપરિસરમાં આજે ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ફાયર ફાઈટર ટીમ, ફાયર અલાર્મ ટીમ, બચાવ ટીમ વગેરે જેવી વિવિધ સલામતિ અંગેની ટીમો બનાવીને આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવામાં આવે એની સમજ વિદ્યાર્થીઓને મોકડ્રિલ યોજીને આપવામાં આવી હતી.
મોકડ્રિલમાં શાળા દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતાં જ તેમની ટીમ ફાયર સ્‍ટેશનથી શાળામાં પહોંચી હતી. ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચીને આગ ઓલવવાનું કામ કર્યું હતું. સાથે જ આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું, શાળામાંથી બહાર કાઢીને એસેમ્‍બલી સ્‍થળ સુધી લાવવાનું કાર્ય કરવામાં આવ્‍યું હતું અને ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમથી હોસ્‍પિટલમાં પહોંચાડીને સારવાર પણ આપવામાં આવી હતી. ફાયર વિભાગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી ખૂબ સુંદર રીતે મોકડ્રિલને સફળ બનાવી હતી.
મોકડ્રિલનો ઉદ્દેશ્‍ય શાળામાં સંભવિત આગ લાગવાની ઘટનાઓ અને આપાતકાલીન પ્રતિક્રિયા-પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવું તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાગૃત કરવા અને તત્‍પરતાને પ્રોત્‍સાહન આપવાનો હતો.
આ અવસરે ફાયર વિભાગના અધિકારી શ્રી કાનજીભાઈ ટંડેલ, આસિસ્‍ટન્‍ટ ઓફિસર શ્રી પંકજ માહ્યાવંશી, શ્રી શૈલેષ પટેલ, શાળાના આચાર્ય શ્રીમતી અદિતિબેન પટેલ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી નૂતન નગર વિસ્‍તારમાં રોડ ઉપર બમ્‍પર, સ્‍ટ્રીટ લાઈટ અને સફાઈ માટે સરદાર પટેલ યુવક મંડળની પાલિકામાં રજૂઆત

vartmanpravah

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

Leave a Comment