Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નગરપાલિકાના તત્‍કાલીન એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણે લાંચ પ્રકરણમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

દિલખુશ કોલ્‍ડ્રીંગ સામે રાખેલ લારી નહી હટાવા પેટે બે હજારની લાંચ લેતા એસીબીએ ધરપકડ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ નગરપાલિકામાં એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી તરીકે ફરજ બજાવતા તત્‍કાલીન એક્રોટમેન્‍ચ અધિકારી મહેશ ઉર્ફે મુન્ના ચૌહાણને એ.સી.બી.એ બે હજારની લાંચ લેતા ઝડપી પાડયા હતા. આ પ્રકરણમાં મહેશ ચૌહાણે કોર્ટમાં કરેલ રેગ્‍યુલર જામીન અરજીને નામદાર કોર્ટે ફગાવી દીધી છે.
વલસાડ ઈન્‍ડીયન બેંક સામે આવેલ દિલખુશ કોલ્‍ડ્રીંગ સંચાલકે દુકાન સામે લારી કાર્યરત કરી હતી. 2022માં નગરપાલિકાના એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ઉર્ફે મુન્ના ચૌહાણે લારી નહી હટાવા પેટે રૂપિયા બે હજાર દર માસે આપવાની માંગણી કરી હતી.કોલ્‍ડ્રીંગ સંચાલક જે આપવા માંગતા નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. એ.સી.બી. વલસાડ-ડાંગે છટકું ગોઠવીને એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણને રોકડા બે હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી ધરપકડ કરી હતી. આ કેસની કોર્ટમાં ચાર્જસીટ રજુ થયા બાદ મહેશ ચૌહાણે રેગ્‍યુલર જામીન અરજી કરી હતી જે નામદાર કોર્ટના સ્‍પે. જજ આહુજાએ ફગાવી દીધી હતી.

Related posts

વલસાડ જિલ્લા કોંગ્રેસે વાપીમાં પત્રકાર પરિષદ યોજી કોવિડ અને પ્રદૂષણ મુદ્દે કરેલી ચર્ચા

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આણંદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી નેતૃત્‍વ અને પ્રબંધન વિકાસની તાલીમ

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

મોટી દમણ નવા જમ્‍પોરના નવયુવાન જતિન માંગેલાનું નવું સ્‍ટાર્ટઅપઃ મોટી દમણ લાઈટ હાઉસ ખાતે ધ એટલાન્‍ટિક વોટર સ્‍પોર્ટ્‍સની શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપની મુલાકાતેઃ અધિકારીઓ સાથેવિકાસલક્ષી પ્રોજેક્‍ટોની ચર્ચા-વિચારણાં

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

Leave a Comment