December 2, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ જગદીપ ધનખડની કરાયેલી મિમિક્રીના વિરોધમાં દીવ જિલ્લા ભાજપે ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરૂધ્‍ધ યોજેલા ધરણા પ્રદર્શન

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મોહનભાઈ લખમણના નેતૃત્‍વમાં દીવ જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નવી દિલ્‍હી ખાતે સાંસદ પરિસરમાં ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ શ્રી જગદીપ ધનખડની મિમિક્રી કરતા ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યું હતું.
નવી દિલ્‍હીમાં સંસદ ભવનના પરિસરમાં ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી દ્વારા ભારતના ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ શ્રી જગદીપ ધનખડની નકલ કરતો એક વિડીયો બનાવવામાં આવ્‍યો હતી. જે નીંદનીય ઘટના સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સહયોગ કર્યો હતો, જેને લઈને આજે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરુદ્ધ રેલી કાઢી ‘ઉપરાષ્‍ટ્રપતિ કા અપમાન નહિ ચલેગા, નહિ ચલેગા’ તથા ‘રાહુલ ગાંધી મુર્દાબાદ’, ‘સંવિધાન કા અપમાન નહિ ચલેગા નહિ ચલેગા’ના સૂત્રોચ્‍ચાર સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મોહનભાઈ લખમણ, દીવ નગર પાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા બામણીયા, મહામંત્રી શ્રી ભવ્‍યેશ ચૌહાણ તથા બીજેપી હોદ્દેદારોકાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

Leave a Comment