September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: નશાકારક દવાઓના દુર-ઉપયોગને અટકાવવા માટેનો જન-જાગૃતિ કાર્યક્રમ ગઈ તા.23-12-2023ના રોજ હોટલ રોયલસેલ્‍ટર ખાતે આયોજીત થયો હતો. આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન વાપી કેમિસ્‍ટ અને ડ્રગીસ્‍ટ એસોસિએશન તરફથી કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપી શહેર, વાપી ગ્રામ્‍ય, ઉમરગામ, સરીગામ, ભીલાડ અને ઉદવાડાના કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ વેપારીગણ હાજર રહ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં મદદનીશ કમિશ્‍નર ડો.એ.એચ. ઝાલા, નશાબંધી વિભાગનાં પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટરશ્રી ડોડીયા, એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી રાઠોડ તથા અન્‍ય અધિકારી હાજર રહ્યા હતા. તેઓએ નશા-મુક્‍ત-ભારત અભિયાન હેઠળ, દવાઓનો દુરઉપયોગ ન થાય તે હેતુથી ઉંડાણપૂર્વક સમજ-સલાહ આપી નશા-મુક્‍ત-ભારત અભિયાન હેઠળ વાપી કેમિસ્‍ટ અને ડ્રગીસ્‍ટ એસોસિએશનનાં હોદ્દેદારો અને સભ્‍યોએ સાથ-સહકારથી નશાનું દુષણ ડામી દેવા તત્‍પર રહેશે તેવી બાહેંધરી વ્‍યક્‍ત કરી હતી.

Related posts

વાપીના શશાંક જૈને 6-અંકના વર્ગમૂળમાં વર્લ્‍ડ રેકોર્ડ બનાવી ભારતનું નામ રોશન કર્યું

vartmanpravah

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

vartmanpravah

વાપીમાં મૃતકોને અંતિમ ધામની નિઃશુલ્‍ક સેવા આપતી મોક્ષધામ રથ સમિતિએ ફરી રથ કાર્યરત કર્યો

vartmanpravah

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

vartmanpravah

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

vartmanpravah

Leave a Comment