December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

ત્રણ જેટલી મોટરો કબજે લઈ પાણીના પાંચ જેટલા કનેક્‍શન કાપ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: તાલુકા મથક ચીખલીમાં પાણીની પાઈપલાઈનમાં મોટર નાખી ગેરકાયદેસર રીતે કેટલાક લોકો દ્વારા પાણી ખેંચવામાં આવતા ઘણા લોકોના ઘર સુધી પૂરતાદબાણથી પાણી ન મળતું હોવાની ફરિયાદ મળતા સરપંચ વિરલભાઈ પટેલ દ્વારા જાહેર નોટિસ અને સ્‍પીકર વાળી રીક્ષા ગામમાં ફેરવી આગામી દિવસોમાં એક ઝુંબેશ ચલાવવામાં આવશે. તેમાં પાઈપ લાઈનમાં મોટર નાખી પાણી ચોરાતું હોવાનું માલુમ પડશે તો મોટર કબજે લઈ કનેક્‍શન કાપી દંડનીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
આ દરમિયાન સરપંચ વિરલભાઈના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા અને ગ્રામ પંચાયતના 20 થી 25 જેટલા સ્‍ટાફ સાથે સઘન તપાસ હાથ ધરાતા ચીખલીના વાણીયાવાડ, માછીવાડ અને નારાયણ નગરમાંથી પાઈપલાઈનમાં નાખવામાં આવેલ ત્રણ જેટલી મોટરો કબ્‍જે કરી હતી અને પાણીના પાંચ જેટલા કનેક્‍શન પણ કાપી નાખવામાં આવતા પાણી ચોરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
ચીખલીમાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણીની ચોરી કરનારાઓ સામે ગ્રામ પંચાયતના કડક અભિગમને લોકો બિરદાવી રહ્યા છે. ચીખલીમાં સરપંચ પદે વિરલભાઈ ચાર્જ સાંભળ્‍યા બાદ વહીવટમાં અનેક ફેરફારો કરાતા તેનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે.

સરપંચ વિરલ પટેલના જણાવ્‍યાનુસાર ચીખલીમાં આજે ત્રણ મોટરો કબ્‍જે કરી પાંચ જેટલા કનેક્‍શન કાપી નાખ્‍યા છે. હાલે ફરી કનેક્‍શન ચાલુ કરવાના નથી, પાછળથી નક્કી કરીદંડ ભરાયા બાદ આ કનેક્‍શનનો ચાલુ કરાશે અને મોટર શોધવાની ઝુંબેશ ચાલુ જ રાખવામાં આવશે.

Related posts

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

vartmanpravah

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર માકડબન ગામની ખનકીના બ્રિજ ઉપરથી લક્‍ઝરી બસ પલટી મારી અડધી લટકી

vartmanpravah

Leave a Comment