December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલી ખાતેની મધુબન હોટલમાં કામ કરતા 55 વર્ષિય પુરૂષની બાઈક સ્‍લીપ થતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા. 31 : દાદરા નગર હવેલીના રખોલી ગામ ખાતે આવેલ મધુબન હોટલમાં બાવરચી તરીકે નોકરી કરતો યુવાન કોઈક કામસર બાઈક લઈને નીકળ્‍યો હતો, તે સમયે રસ્‍તામાં બાઈક સ્‍લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા પરંતુ સારવાર દરમ્‍યાન આજે તેમનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર લાલ બહાદુર થાપા (ઉ.વ.55) જે રખોલીની મધુબન હોટેલમાં બાવરચી તરીકે નોકરી કરતો હતો અને હોટલમાં જ રહેતો હતો. જે કોઈક કામ માટે બાઈક લઈને નીકળ્‍યો હતો. તે સમયે તેમનું બાઈકનું બેલેન્‍સ નહીં રહેતા સ્‍લીપ થઈ ડીવાઈડર સાથે ટકરાતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેને સ્‍થાનિક લોકોએ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યા હતા.
આ અકસ્‍માતની ઘટના અંગે હોટલ સ્‍ટાફને જાણ થતાં તેઓ તાત્‍કાલિક હોસ્‍પિટલ ખાતે આવી પહોંચ્‍યા હતા. પરંતુ માથાના ભાગે થયેલી ગંભીર ઈજાને કારણે લાલ બહાદુર થાપાનું સારવાર દરમ્‍યાન હોસ્‍પિટલના બિછાને સદ્‌નશીબે મોત થયું હતું. આ ઘટનાથી હોટલપરિસર તથા તેમનાસગાં-સંબંધીઓમાં શોકની કાલીમ છવાઈ જવા પામી હતી. ઘટના અંગેની વધુ તપાસ સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી છે.

Related posts

વાપી સરગમ આર્ટ એકેડમી સ્‍ટુડન્‍ટના ચિત્રોનું ગોવામાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરો પર તંત્રનો છૂપો આશીર્વાદ !

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું થયેલું સમાપન

vartmanpravah

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment