September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણના 24 ગામો અને ન.પા.ના 15 વોર્ડમાં પૂજીત અક્ષત પહોંચાડવાની આર.એસ.એસ. અને વી.એચ.પી.એ શરૂ કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આગામી તા.22મી જાન્‍યુઆરીના રોજ શ્રી રામ જન્‍મ ભૂમિ અયોધ્‍યામાં શ્રી રામ લલ્લાની થઈ રહેલી પ્રાણપ્રતિષ્‍ઠાના ઉપલક્ષમાં તમામ હિંદુ ઘરો સુધી પૂજીત અક્ષત પહોંચાડવાનું ભગિરથ કાર્ય રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ શરૂ કર્યું છે. જેની કડીમાં આજે મોટી વાંકડ અંબામાતા મંદિરથી આર.એસ.એસ. દમણ તાલુકા કાર્યવાહક શ્રી યોગેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂજા-અર્ચના કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ગઈકાલે નાની દમણ શાકભાજી માર્કેટ શ્રી રામ મંદિરથી ભગવાન રામના ચરણોમાં પૂજીત અક્ષતને અર્પણ કરી વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ દમણના 24 ગામો અને 15 વોર્ડમાં પહોંચાડવાની વ્‍યવસ્‍થા શરૂ કરી હતી. જેમાં જિલ્લા સમિતિના કાર્યકર્તા પ્રમુખ શ્રી સમીપ સુર્વે, રાજન કામલી, યોગેશ પટેલ, ધીરેન પાત્રો, પ્રકાશ સોની, સુભાષ પટેલ, પ્રેમાભાઈ ટંડેલ, શ્રી હરિશ ઘુમરે, શ્રી વિપુલ પટેલ વગેરેએ ખાસ ઉપસ્‍થિત રહીનિયમન કર્યું હતું.

Related posts

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વે વલસાડ જિલ્લાના તબીબો પણ દેશભક્‍તિના રંગે રંગાયા, સ્‍વંય ગીતની રચના કરી સૈનિકોના પાત્રમાં સંઘર્ષ ગાથા રજૂ કરી

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર સુરતના બે મિત્રોની બાઈક પાર્ક કરેલી ટ્રક સાથે ભટકાતા અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah

Leave a Comment