July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : આજે મોડી રાત્રિના લગભગ એકાદ વાગ્‍યાના અરસામાં મહારાષ્ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. આ ધરતી કંપના આંચકા દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારોમાં પણ અનુભવાયા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી હતી. દાદરાનગર હવેલીના ખેરડી, સુરંગી, વેલુગામ, ખાનવેલ અને આજુબાજુના ગામોમાં અચાનક અનુભવાયેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સંઘપ્રદેશ ડિઝાસ્‍ટર વિભાગના જણાવ્‍યા પ્રમાણે ભૂકંપનું કેન્‍દ્રબિન્‍દુ મહારાષ્ટ્રના પાલઘરથી દસ કિલોમીટરના અંતરે હતું. જેની તીવ્રતા 3.5 રિક્‍ટર સ્‍કેલ હતી અને જેની અસર સેલવાસ સહિતના રખોલી, નરોલી, ખેરડી ગામના આજુબાજુના વિસ્‍તારોમાં પણ અનુભવાઈ હતી. આ અગાઉ પણ થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવ્‍યા હતા જે દરમિયાન પણ દાનહના કેટલાક ગામોમાં હળવા આંચકા લોકોએ અનુભવ્‍યા હતા. વારેઘડીએ આવી રહેલ કુદરતી આપત્તિથી લોકોમાં ડરનો માહોલ ફેલાતો જઈ રહ્યો છે.

Related posts

વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદે રૌદ્ર સ્‍વરૂપ આણ્‍યું: ઠેર ઠેર રોડ-રસ્‍તાઓ પાણીથી લબાલબ

vartmanpravah

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

પ્રશાસનિક વિભાગના નિર્દેશની અવગણના કરનારી દાનહ-દમણની 102 દવાની દુકાનોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે જારી કરેલ કારણદર્શક નોટિસ

vartmanpravah

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

Leave a Comment