September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

વન્‍ય પ્રાણીના અવશેષ પાસે રાખવાના ગુનામાં વન વિભાગે કાર્યવાહી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં આજે પણ પ્રબળ અંધશ્રધ્‍ધા પ્રવર્તી રહી છે. ભગત-ભુવાની ચાલબાજીમાં લોકો સપડાતા રહે છે. કંઈક તેવી જ ઘટના કપરાડાના નારવડ ગામે ઘટી છે. ભગતની વાતોમાં આવી જઈને મૃત દિપડાનું ચામડું તથા પગના ચાર પંજાના નખ કાપી વેચવાની ફિરાક કરતા જંગલ ખાતાએ સાતને ઝડપી પાડયા હતા.
કપરાડા ફોરેસ્‍ટ વિભાગે જણાવ્‍યા મુજબ નારવડ ગામે રહેતા માજી સરપંચ હરેશભાઈ ઈદીંરાભાઈ કુવરના ખેતર પાસે ખનકીમાં દીપડો પડેલો હતો. તેથી પત્‍ની અનેરમેશભાઈ ડરીને ખેતર છોડી ચાલી ગયેલ. બીજા દિવસે દિપડો મૃત જમાતા તેમણે ગામના નામદેવ શીવરામ કુંવરને જાણ કરી હતી તે પછી નામદેવ સોમા કિશન ગળદે રહે.કળી અન્‍ય ત્રણે ભેગા મળીને દિપડાનું ચામડું અને ચારે પગના પંજા કુહાડી-ચપ્‍પુ વડે કાપી લઈ ગયા હતા. સોમા કિશન ભગતનું કામ કરતો હતો તેમણે લાલચ અને અંધશ્રધ્‍ધા માટે આવી ચામડું વેચવાની તજવીજ શરૂ કરી હતી તે દરમિયાન શંકર તુલસીરામ ભુસારા, માજી સરપંચ બાપજી લાકડુ લાહુ પટારાનો સંપર્કમાં આવ્‍યા બાદ દિપડાનું ચામડું-પંજા નાસિક વિસ્‍તારમાં ગ્રાહક શોધતા રહેલા. આ બાબતની જંગલ વિભાગને માહિતી મળતા ડમી ગ્રાહકને મોકલી તમામ સાતને વન પ્રાણ સંરક્ષણ અધિનિયમ 1972, સુધારા અધિનિયમ 2002 મુજબ ગુનો દાખલ કરી તમામ આરોપીઓના જામીન નામંજુર થતા જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં મોકલી અપાયા હતા.

Related posts

સંઘપ્રદેશ માટે ગૌરવપ્રદ ઘટના: દાનહ અને દમણ-દીવની ગર્લ્‍સ અને બોયઝની ફૂટબોલ ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

ડોકમરડી બોર્ડર પર દાનહ P.W.D. દ્વારા નિર્મિત દિવાલ અસામાજીક તત્‍વોએ ધ્‍વંસ્‍ત કરી જમાવેલો અડિંગો બોર્ડર પર ગેરકાયદે બાંધકામ કરવા સાથે અવર-જવર માટે રસ્‍તાનું પણ કરેલું નિર્માણ

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્‍સ પ્રક્રિયા

vartmanpravah

Leave a Comment