Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સમય સમય પર ફાયર સેફટીને ધ્‍યાનમાં લઈ જિલ્લાની વિવિધશૈક્ષણિક સંસ્‍થાઓમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેની કડીમાં નરોલી ખાતેની સરકારી હાઈસ્‍કૂલના પરિસરમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ફાયર ફાઈટર ટીમ, ફાયર અલાર્મ ટીમ, બચાવ ટીમ, વગેરે ટીમો બનાવીને અચાનક રીતે આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે એની સમજ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં શાળાના સંચાલકો દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ વિભાગને જાણ થતાં જ ફાયર સ્‍ટેશનથી શાળામાં પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટના સ્‍થળે પહોંચીને આગ ઓલવવાનું કામ કર્યું હતું. દરમિયાન આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું, શાળામાંથી બહાર કાઢીને એસેમ્‍બલી સ્‍થળ સુધી લાવવાનું કાર્ય કરવામાં આવ્‍યું હતું અને ઈજાગ્રસ્‍ત વ્‍યક્‍તિઓને ત્‍વરિત એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમથી હોસ્‍પિટલમાં પહોંચાડીને સારવાર પણ આપવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા કોઈપણ આપાતકાલ સમયે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સાધનોનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ડેમોસ્‍ટ્રેશન દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં શાળાના શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ફાયર બ્રિગેડના જવાનોએ વિવિધ વ્‍યવહારૂં કરતબો કરીને મોક ડ્રિલને સફળ બનાવી હતી.
મોકડ્રીલનો ઉદ્દેશ્‍ય હતો શાળામાં સંભવિત આગ લાગવાની ઘટનાઓ અને આપાતકાલીન પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવું અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તેમજ શાળાના કર્મચારીઓમાં જાગૃતિ અને તત્‍પરતાને પ્રોત્‍સાહન આપવાનો હતો.

Related posts

પારડી હાઈવે ઉપર કન્‍ટેનર અને ટ્રેલર ધડાકાભેર ભટકાયા: ચાલક બે કલાક કેબિનમાં ફસાયેલો રહ્યો

vartmanpravah

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું

vartmanpravah

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

ચીખલીના મલિયાધરાથી દારૂ ભરેલ કાર ઝડપાઈઃ રૂ. ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

vartmanpravah

Leave a Comment